Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

નશીલી ગોળીઓ સાથે પકડાયેલા શખ્સને મકાન ભાડે આપનાર મકાન માલિક સામે ગુનો દાખલ

આજીડેમ પોલીસે મહિલા સામે કાર્યવાહી કરીઃ પાંચ માસ ભાડે રહયો'તો

રાજકોટ, તા.૨૦: શહેરના કોઠારિયા રોડ તિરૂપતી સોસાયટીમાંથી નશીલી ગોળીઓ સાથે પકડાયેલા શખ્સને મકાન ભાડે આપનાર મકાનના માલિક સામે આજીડેમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ તીરૂપતી સોસાયટી શેરી નં.૧૧માં રહેતા કમળાબા પ્રભાતસિંહ ચુડાસમા (ઉ.વ.૫૫) એ બિહારના ભોજપુરના રતનપુરના રાજેન્દ્રપ્રસાદ વિષ્ણુપ્રસાદ ગુપ્તા (ઉ.વ.૩૭)ને મકાન ભાડે આપી પોલીસને જાણ ન કરતા આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ યશવંતભાઇ ભગતે મકાન માલિક કમળાબા ચુડાસમા વિરૂધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે. આ મકાનમાં રાજેન્દ્રપ્રસાદ પાંચ મહિનાથી ભાડે રહેતો હતો. ગત તા.૧૫ના રોજ સીઆઇડી ક્રાઇમની ટીમે તેને ૧૮૨ કિલો નશીલી ગોળીઓ સાથે પકડી લીધો હતો. આ શખ્સને મકાન ભાડે આપી પોલીસને જાણ ન કરા આજીડેમ પોલીસે મકાન માલિક વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.

(3:12 pm IST)