Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

'આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો' હેઠળ રાજકોટ તાલુકામાં વર્ષ ૨૦૨૨-'૨૩માં રૂ. ૧૪ કરોડના વિકાસ કામો મંજૂર

જિલ્લા આયોજન કચેરી દ્નારા કોવિડ-૧૯ની મહામારીને પહોંચી વળવા આરોગ્યને લગતી સુવિધા વધારાઈ

રાજકોટ:રાજકોટ જિલ્લા આયોજન કચેરી જિલ્લાની પ્રગતિ અર્થે સતત પ્રયત્નશીલ છે. ત્યારે રાજકોટ જિલ્લામાં વિવિધ જોગવાઇઓ તથા ગ્રાન્ટ હેઠળ અનેક વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. તથા અનેક વિકાસ કામો પ્રગતિ હેઠળ છે તેમજ વિવિધ વિકાસ કામો પૂર્ણ થઈ ગયા છે.

વર્ષ ૨૦૨૨-'૨૩ દરમિયાન વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓ જેવી કે ૧૫% વિવેકાધીન જોગવાઇ, ૫% પ્રોત્સાહક જોગવાઇ, ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર માટેની જોગવાઇ, ૧૫% વિવેકાધીન-નગરપાલિકા જોગવાઇઓ વગેરે હેઠળ રૂ. ૧૨૩૬.૬૧ લાખના ૪૫૯ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યા છે. વધુમાં, ધારાસભ્યની ગ્રાન્ટ હેઠળ રૂ. ૨૬૦.૮૫ લાખના ૧૪૫ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ 'આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો' (એ.ટી.વી.ટી.) ગ્રાન્ટ હેઠળ રૂ. ૧૪૯૫.૫૦ લાખના ૫૭૭ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યા છે.ઉપરાંત, રાજકોટ જિલ્લામાં કોવિડ-૧૯ની મહામારીને પહોંચી વળવા તેમજ રક્ષણાત્મક પગલા સ્વરૂપે સંસદસભ્યશ્રી-રાજકોટની ગ્રાન્ટ હેઠળ રૂ. ૧૦૬.૬૧ લાખના આરોગ્યને લગતા સાધનો, રૂ. ૧૨૦ લાખના ૪ ઓકિસજન પ્લાન્ટ અને રૂ. ૧૦.૩૦ લાખની ૮ એમ્બ્યુલન્સ રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવેલ છે, જે કામો પૂર્ણ થઇ ગયા છે. તેમજ સંસદસભ્યશ્રી-પોરબંદર ગ્રાન્ટ હેઠળ રૂ. ૨૪.૯૯ લાખના આરોગ્યને લગતા સાધનો અને રૂ. ૧૧૫.૩૪ લાખની ૬ એમ્બ્યુલન્સ રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવ્યા છે, જે કામો પૂર્ણ થઇ ગયા છે. તેમ જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણીની યાદીમાં જણાવાયું છે.

(11:57 pm IST)