Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રાજકોટ જિલ્લાનાં ૧૨ ડેમોમાં ૨૪ કલાકમાં નવા નીરની આવક

રાજકોટ :રાજકોટ જિલ્લામાં વરસાદના પગલે વિવિધ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક થઈ છે. જે મુજબ માલગઢ ડેમમાં ૩.૨૮ ફૂટ, ઘેલા સોમનાથ ડેમમાં ૨.૩૦ ફૂટ, મોજ ડેમમાં ૦.૬૯ ફૂટ, કર્ણુંકી  ડેમમાં ૦.૬૬ ફૂટ કરમાળ ડેમમાં ૦.૩૩ ફૂટ, ભાદર ડેમમાં ૦.૩૦ ફૂટ,આજી-૧ ડેમમાં ૦.૨૬ ફૂટ, મોતીસર ડેમમાં ૧૫ મી.મી., મોજ અને કર્ણુંકી ડેમમાં ૧૦ મી.મી., વેણું ડેમમાં ૭ મી.મી., છાપરવાડી-૨  ડેમમાં ૫ મી.મી ડેમો નવા પાણીની આવક થઈ છેતેમ રાજકોટ સિંચાઇ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે

(11:58 pm IST)