Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

શહેરમાં ૭ દિ'માં મચ્‍છરજન્‍ય રોગના ૧૮ દર્દી તંત્રના ચોપડે નોંધાયા

રોગચાળાનો ફૂંફાડો : ડેન્ગ્યુના ૧૮, શરદી - ઉધરસના ૨૩૮, ઝાડા - ઉલ્ટીના ૬૧ કેસ નોંધાયા : મચ્છર ઉત્પતિ સબબ ૮૯૯ નોટીસ

રાજકોટ, તા. ૧૯ : શહેરમાં છેલ્લા ૭ દિ' શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૩૫૦ વધુ કેસ નોંધાયા છે. જયારે મચ્‍છર જન્‍ય રોગચાળાના ૨૪ કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧૨ થી ૧૮ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છજન્‍ય રોગચાળાના ૨૪ કેસ

અઠવાડિયામાં મેલેરિયાના ૪, ડેન્‍ગ્‍યુના ૧૮ કેસ નોંધાયા છે. જયારે ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૩૫૩ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૨૩૮ તેમજ સામાન્‍ય તાવના ૫૪ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૬૧ સહિત કુલ ૩૫૩ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૮૯૯ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૯૨,૮૨૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૨૬૯૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૮૯૯ લોકોને નોટીસ પાઠવવામાં આવી છે.

(3:38 pm IST)