Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કોંગ્રેસનો આヘર્યજનક કાર્યક્રમ : રૈયાધાર વિસ્‍તાર ચોખ્‍ખો ચંણાક કરાયો

શહેરના કોઇ પણ વિસ્‍તારમાં સફાઇ ન થતી હોય તો લોકોને ફરીયાદ કરવા કોંગ્રેસની હાકલ

રાજકોટ :  શહેરના દિવસે ને દિવસે વિકાસ થઇ રહ્યા છે પરંતુ ચોમેર ચંદકીનું સામ્રાજય ફેલાયું છે ત્‍યારે કોંગ્રેસ શહેરને સ્‍વચ્‍છ બનાવવા પહેલ કરી છે જેના ભાગરૂપે  આજે રૈયાધારમાં રોગચાળો ફેલાય તેવી ગંદકી દૂર કરી જયાં કયાંય પણ સફાઇના અભાવે કચરો એકઠો થતો હોય તો કોંગ્રેસ દ્વારા સફાઇ કરાવમાં આવી રહી છે. જે અન્‍વયે રૈયાધારમાં છેલ્લા ઘણા સમયથી સફાઇ નહીં થતી હોવાથી દુર્ગંધ મારતી ગંદકી ફેલાઇ ગઇ હોય અને જો ત્‍વરિત સફાઇ ન થાય તો ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત હોય જે કોંગ્રેસને ફરીયાદ મળતા આજે આગેવાનો દોડી ગયા હતા અને તુરંત આ સ્‍થળની જાતે સફાઇ કરી શહેરને સ્‍વચ્‍છ શહેર બનાવવાની પહેલ શરૂ કરી હતી.  લોકોને રોગચાળાના ભરડામાં સપડાતા બચાવવા કોંગ્રેસે સ્‍વચ્‍છતા માટે જંગ છેડી છે.  આ પછી શહેરમાં કયાય પણ જો ગંદકી ફેલાતી હોય સફાઇ ન થતી હોય તો કોંગ્રેસને ફરીયાદ કરવા યાદીમાં જણાવાયું છે. આ કાર્યક્રમમાં  ગોપાલભાઇ અનડકટ, ધનશ્‍યામસિંહ જાડેજા, ડી.બી. ગોહિલ, સુધીરભાઇ માધવાણી, પ્રહલાદસિંહ ઝાલા -એડવોકેટ, કૃષ્‍ણકાંતભાઇ રાવલ, ફેનીલભાઇ કયારા, દિલીપભાઇ ચૌહાણ, લાલભાઇ માંડયા, રવિરાજ બારડ તથા લત્તાના બહેનો જોડાયા હતા. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:32 pm IST)