Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

વીજ સહાયકોમાં હવે પ ને બદલે ર વર્ષનો સમયગાળો રાજયભરના વીજ કર્મચારીઓનું આંદોલન મુલત્‍વી : હડતાલ સ્‍થગિત

જીબીઆના બી.એમ. શાહ-એ.જી. વિકાસના બળદેવ પટેલ તથા અન્‍યો દ્વારા ઉર્જામંત્રી કનુભાઇ સાથે મંત્રણા સફળ

વીજ કર્મચારીઓ-ઉર્જામંત્રી વચ્‍ચે સફળ મંત્રણાને કારણે આંદોલન-હડતાલ સ્‍થગીત કરી દેવાયા છે, તસ્‍વીરમાં યુનિયન આગેવાનોના મોઢા મીઠા કરાવતા ઉર્જામંત્રી જણાય છે.

રાજકોટ, તા. ર૦ :  રાજયભરના વીજ કર્મચારીઓ પણ હડતાલ ઉપર જનાર હતા પરંતુ ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇ ખાત્રી આપતા અને વીજ સહાયકમાં પને બદલે ર વર્ષ કરતા આંદલન મુલત્‍વી રહ્યું છે.

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇને રૂબરૂ મુલાકાત કરી વિદ્યુત સહાયક કેટેગરીના કર્મચારીઓ અને અધિકારીઓના વિદ્યુત સહાયકનો સમયગાળો જે પાંચ વર્ષ કરવામાં આવેલ હતો તેને જુના યથાવત રાખી ૩/ર વર્ષનો સમયગાળો કરવાની મંજુરી આપેલ છે. આ મીટીંગમાં પ્રિન્‍સીપલ સેક્રેટરી મમતા વર્મા, મેનેજિંગ ડિરેકટર જયપ્રકાશ શિવહરે મેમ્‍બર એડમીન રવિશંકર, ઉર્જા વિભાગના સેક્રટરી મનોજ પટેલ તથા જનરલ મેનેજર રાણપરા તથા રાય ઉપસ્‍થિત રહેલા હતા. સામે યુનિયન આગેવાનો બી.એમ. શાહ, બળદેવ પટેલ વિગેરેએ રજૂઆત કરી હતી, ગઇકાલે ત્રણ તબક્કામાં મીટીંગ કરવામાં આવેલ તથા છેલ્લા આ સંતોષકારક નિર્ણય મેળવી શકાયેલ હતાં.

ઉપરોકત બાબતે સંયુકત સંકલન સમિતિ દ્વારા ગુજરાત સરકાર, ઉર્જા વિભાગ અને જીયુવીએનએલ મેનેજમેન્‍ટ તથા પ્રમુખ ગોરધનભાઇ ઝડફીયા, ભરતભાઇ પંડયાનો આભાર માન્‍યો હતો.

ગુજરાત ઊર્જા સંયુક્‍ત સંકલન સમિતિ, જીબીઆ અને  એજીવીકેએસ દ્વારા છેલ્લા લાંબા સમયથી વિદ્યુત સહાયક ના સહાયક તરીકે ના સમયગાળા માટે ૫ વર્ષ માંથી ૨/૩ વર્ષ કરવા રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી હતી.

ઊર્જા અને નાણા મંત્રી  ની હાજરી માં માં. પ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા અને  ભરતભાઈ પંડ્‍યા, ઊર્જા વિભાગ ના અધિકારીઓ, લાઈઝન વિભાગ ના અધિકારીઓ, જીયુંવીએનએલ ના અધિકારીઓ ની હાજરી માં મીટીંગો કરી, હજારો લોકો ની પ્રાર્થના અને ઈશ્વર ની કળપા થી આ પ્રશ્‍નો હલ થયેલ છે. વિદ્યુત સહાયકો માટે આ ખૂબ મહત્‍વ નું બની રહેશે.

આ પ્રશ્ન ના હલ માટે જેમનો સિંહ ફાળો છે તેવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ના સિનિયર સેક્રેટરી જનરલ  બળદેવભાઈ પટેલ નું સતત  ફોલોઅપ, તર્કબદ્ધ અને ધારદાર રજૂઆત પણ સરાહનીય છે. એરિયર્સ  મેળવવા ના સમયે પણ  બળદેવભાઈ પટેલ નું સતત ફોલોઅપ આ તકે યાદ કરવું જરૂરી છે., તેમ એક યાદીમાં ઉમેરાર્યુ છે.

મીટીંગ દરમ્‍યાન સહાયક જુનિયર ઇજનેરો માટે ૨ વર્ષ મંજૂર કરી અન્‍ય સહાયકો માટે ૩ વર્ષ કરવા માટે જરૂરી પ્રપોઝલ માં. સી એમ સુધી મોકલવા માટે જણાવવામાં આવેલ. પરંતુ  જીબીઆ અને એજીવીકેએસ દ્વારા મક્કમતા રાખી તમામ સહાયકો માટે એકી સાથે નિર્ણય કરવા  મંત્રી  ને જણાવેલ. ત્‍યારબાદ માં. મંત્રી  અને અધિકારીઓ દ્વારા હકારાત્‍મક વલણ અપનાવી તેઓ દ્વારા મુખ્‍યમંત્રીને રૂબરૂ મળી હકીકત જણાવી આ મંજૂરી મેળવવામાં આવી હતી.

(3:29 pm IST)