Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ફૂડ શાખાએ દુધના વધુ બે નમૂના લીધા : ૭ વેપારીઓને લાયસન્‍સ અંગે નોટીસ

મનપાનું અંબાજી કડવા મેઇન રોડ - માલવીયા કોલેજ વિસ્‍તારમાં ચેકીંગ

રાજકોટ તા. ૨૦ : લોકોના સ્‍વાસ્‍થ્‍ય અંગે મનપા તંત્રની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ખાદ્ય પદાર્થોના ઉત્‍પાદકો - વેચાણકર્તાઓને ત્‍યાં ચેકીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જે અન્‍વયે ફૂડ શાખા દ્વારા અંબાજી કડવા મેઇન રોડ તથા સ્‍વામીનારાયણ ચોકથી માલવીયા કોલેજ વિસ્‍તારમાં ૨૦ ફુડ ઓપરેટરોને ત્‍યાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૭ પેઢીને લાયસન્‍સ અંગે નોટીસ આપવામાં આવી હતી. જ્‍યારે બે જગ્‍યાએથી દુધના નમુના લેવામાં આવ્‍યા હતા.

મનપાની સત્તાવાર યાદી મુજબ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે મવડી મેઇન રોડ -અંબાજી કડવા મેઇન રોડ તથા સ્‍વામિનારાયણ ચોકથી માલવિયા કોલેજᅠવિસ્‍તારમાં કુલᅠ૨૦ ફુડᅠબિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાંᅠઆવેલᅠતથા ચકાસણી દરમિયાનᅠ૦૭ᅠપેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં ઠંડાપીણાં,ᅠઆઇસક્રીમ,ᅠબેકરી પ્રોડક્‍ટ,ᅠમીઠાઇᅠતથા ઉપયોગમાં લેવાતા ખાધ્‍ય તેલᅠવિગેરેના કુલ ૧૬ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

જેમાં ડે-નાઇટ ફાસ્‍ટ ફૂડ, શ્રી બોમ્‍બે ચોપાટી આઇસક્રીમ, શ્રી ભૈરૂનાથ નમકીન, હનુમંત કોલ્‍ડ્રિંક્‍સ, જય જલારામ સમોસાંᅠએન્‍ડᅠભજીયા, મોમાઈ ફરસાણ, મયુર ભજીયાનેᅠલાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.ᅠ

નમુનાની કામગીરી

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ᅠહેઠળ ૨ નમૂના લેવામાં આવેલ જેમાં મિક્‍સ દૂધ (લુઝ) : સ્‍થળ - નીલકંઠ ડેરી ફાર્મ -નહેરૂનગર ૮૦ ફૂટ રોડ,ᅠશ્‍યામ હોલની સામે,ᅠ૫-રજત સોસાયટી તથાᅠમિક્‍સ દૂધ (લુઝ) : સ્‍થળ - શ્‍યામ ડેરી ફાર્મ -શ્રદ્ધા સોસાયટી, બાપાસિતારામ ચોક,ᅠ ન્‍યુ નહેરૂનગર ૮૦ ફૂટ રોડ,ᅠકોઠારીયા ખાતેથી નમૂનાની કામગીરી કરવામાં આવી હતી.

(3:30 pm IST)