Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ખાદ્યતેલોના ભાવો તૂટયાઃ ૧પ રૂા.નો ઘટાડો

વરાપ નીકળતા મગફળી, કપાસની આવકો વધશેના અહેવાલે સીંગતેલ, કપાસીયા અને પામતેલના ભાવોમાં ઘટાડો

રાજકોટ તા. ર૦ : ખાદ્યતેલોના ભાવો એક દિ' સ્‍થિર રહ્યા બાદ આજે ઘટાડો નોંધાયો હતો સીંગતેલ, કપાસીયા અને પામતેલમાં ૧પ રૂા. ઘટયા હતા.
સૌરાષ્‍ટ્રમાં વરસાદ બાદ વરાપ નીકળતા મગફળી અને કપાસની આવકો આજે વધશેના અહેવાલો આજે સીંગતેલમા ૧પ રૂા. ઘટયા તા સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.) ના ભાવ ૧૬૬પ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧૬પ૦ રૂા. થયા હતા સીંગતેલ નવા ટીનના ભાવ ર૮પ૦ થી ર૯૧૦ રૂા. હતા તે ઘટીને ર૮૪પની ર૮૯પ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા કપાસીયા તેલમાં ૧પ રૂા. તૂટતા કપાસીયા તેલ લુઝનના ભાવ ૧ર૪૦ રૂા. હતા તેઘટીને ૧રરપ અને કપાસીયા ટીનના ભાવ રર૪૦ થી ર૩૦૦ રૂા. હતા તેઘટીને રરરપની રર૮પ રૂા. થયા હતા પામતેલમાં ૧પ રૂા.ની ઘટાડા સાથે પામતેલ લુઝના ભાવ ૯૬પ રૂા હતા. તે ઘટીને ૯પ૦ રૂા. અને પામતેલ ટીનના ભાવ ૧પ૬૦ થી ૧પ૬પ રૂા.હતા તે ઘટીને ૧પ૪પ થી ૧પપ૦ રૂા.ની સપાટીઅ ેભાવ પહોંચ્‍યા હતા.
ગત સપ્‍તાહમાં સૌરાષ્‍ટ્રમાં વરસાદના કારણે મગફળી અને કપાસની સીઝન સહિતના ખાદ્યતેલોના ભાવોમાં ઉછાળો થયો હતો. જો કે હવે વરાપ નીકળતા આગામી દિવસોમાં તમામ ખાદ્યતેલોના ભાવો ઘટશે તેમ વેપારી સૂત્રોએ જણાવ્‍યું હતું.

 

(3:32 pm IST)