Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રાજકોટ બાર એસો.નું બંધારણ સુધારવા કમિટીની રચનાઃ એક વકીલનું સભ્‍યપદ રદ કરાયું

જનરલ બોર્ડની મળેલ બેઠકમાં વિવિધ નિર્ણયો લેવાયા

રાજકોટ તા. ર૦ : રાજકોટ બાર એસોસીએશનની જનરલ બોર્ડની મીટીંગ તા.૧૯/૯/ર૦રર ના રોજ મળેલ હતી જેમાં વિશાળ સંખ્‍યામાં રાજકોટ બાર એશોસીએશનના સીનીયર જુનીયર વકીલ મીત્રો ઉપસ્‍થિત રહેલ હતા. આ જનરલ બોર્ડમાં ૪ મહત્‍વ પૂર્ણ નીર્ણય લેવાયેલ હતા તથા ઠરાવ થયેલ હતા. જેમા પ્રથમ ઠરાવમાં રાજકોટ બાર એશોસીએશનના કાયમી સભ્‍ય કમલેશભાઇ મહેતાનો રાજકોટ બાર એશોસીએશનનું સભ્‍ય પદ કાયમી ધોરણે રદ કરવામાં આવેલ હતું તથા કમલેશભાઇની રાજકોટ બાર એશોસીએનના અન્‍ય વકીલ સભ્‍યો સાથેની વર્તુણૂકને સખ્‍ત શબ્‍દોમાં વખોડી કાઢવામાં આવેલ હતી.

આ અરજીઓ ઉપરથી બીજો એવો ઠરાવ કરવામાં આવેલ હતો કે રાજકોટ બાર એશોસીએશનના કોઇપણ સભ્‍યોએ કોર્ટમાં ચાલતા કેસમાં રોકાયેલા જુના એડવોકેટનું નો ઓબ્‍જેકશન કરાવી અને ત્‍યારબાદ જ સદરહું કેસમાં પોતાનુ વકીલાત નામુ રજુ કરવુ તે રીતે એક એવો પણ ઠરાવ કરવામાં આવે છે કે રાજકોટ બાર એશોસીએશનનુ બંધારણ પવર્તમાન પરીસ્‍થિતીને ધ્‍યાને લેતા ઘણા બધા જરૂરી સુધારાોઅ માંગે છે આવા જરૂરી સુધાાઓનો સુચીત ડ્રાફટ તૈયાર કરવા રાજકોટના એડવોકેટ (૧) આર.એમ. વારોતરિયા (ર) હેમેનભાઇ ઉદાણી (૩) મર્હષીભાઇ પંડયા (૪) જયદેવભાઇ શુકલ (પ) અનિલભાઇ દેસાઇ (૬) બીપીનભાઇ મહેતા (૭) જયેશભાઇ દોશી સીનીયર એડવોકેટોની એક કમીટીની રચના કરવામાં આવે છે.

આ કમીટી સુચીત સુધારાઓનો ડ્રાફટ તૈયાર કરી મોકલી આપે ત્‍યાર બાદ આવા સુચીત સુધારાઓ મંજુરી અર્થે, ચર્ચા વિચારણા અર્થે જનરલ બોર્ડ સમક્ષ મુકવાનું ઠરાવવામાં આવેલ હતું. ત્‍યાર બાદ એક મહત્‍વપુર્ણ નીર્ણય લેવામાં આવેલ હતો. કે તાજેતરમાં વિવિધ જજો દ્વારા સીનીયર જુનીયર વકીલ મીત્રોને હેરાન પરેશાન કરવામાં આવે છે જે સંદર્ભે વકીલઓ તરફથી રાજકોટ બાર એશોસીએશને લેખીતમાં ઘણી ફરીયાદ મળેલ હતી. સદરહુ ઓફીસરોના આવા બીહેવીયરને ડીસ્‍ટ્રીકટ જજ સમક્ષ તથા યુનિટ જજ શ્રી સમક્ષ લેખીત સ્‍વરૂપે રજુઆત કરવાનો તથા જરૂર પડયે કોર્ટનો બહીષ્‍કાર કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો.

આ જનરલ બોર્ડમાં રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ અર્જુનભાઇ એસ.પટેલ, ઉપપ્રમુખ સિધ્‍ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરી પી.સી.વ્‍યાસ, જોઇન્‍ટ સેક્રેટરી ધર્મેશભાઇ સખીયા, ટ્રેઝરર જીતેન્‍દ્રભાઇ એચ.પારેખ, લાયબ્રેરી સેક્રેટરી સુમીતભાઇ વોરા કારોબારી સભ્‍યો અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, હિરેનભાઇ ડોબરીયા, નૃપેનભાઇ ભાવસાર, વિવેકભાઇ સાતા, નૈમીષભાઇ પટેલ, કિશનભાઇ રાજાણી, મનીષભાઇ પંડયા, મોનીષભાઇ જોષી, ચેતનાબેન કાછડીયા તથા બહોળી સંખ્‍યામાં રાજકોટના સીનીયર જુનીયર વકીલો તથા બહેનો હાજર રહેલ હતા તેમ સેક્રેટરી પી. સી. વ્‍યાસની યાદીમાં જણાવાયું છે.

(4:42 pm IST)