Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

તા.૨૫મીએ શ્રી જલારામ હોસ્‍પિટલ દ્વારા કેન્‍સર ફ્રી નિદાન કેમ્‍પ : અવેરનેસ પ્રોગ્રામ

રાજકોટ,તા.૨૦ : શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્‍પિટલમાં આગામી તા. ૨૫ મી સપ્‍ટેમ્‍બરે રવિવારે સવારે ૯ થી ૧ સૌરાષ્‍ટ્ર-કચ્‍છની જનતા માટે કેન્‍સરની બીમારીના નિદાન માટે ફ્રી કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. રાજકોટ નિષ્‍ણાંત તબીબો, એન્‍કોલોજીસ્‍ટ સર્જન ડો. હિંમાશું ઠક્કર, યુરોલોજિસ્‍ટ ડો. સુશીલ કારીયા, જનરલ સર્જન ડો. વિરલ વસાવડા સેવા આપશે.

આ કેમ્‍પ સૌરાષ્‍ટ્ર-કચ્‍છની જનતા માટે ફાયદારૂપ છે જ પણ સાથે સાથે ભારત સરકારની આયુષ્‍માન કાર્ડ યોજનાના કાર્ડ ધારકો માટે પણ અમૂલ્‍ય તક છે. જેમાં ખાસ કરીને આયુષ્‍યમાન કાર્ડ હેઠળ કેન્‍સર સહિત અન્‍ય બિમારી જેવી કે ડાયાલીસીસ, યુરોલોજિસ્‍ટ, જોઇન્‍ટ રીપેલસમેન્‍ટ, કાર્ડિયો-વાસ્‍ક્‍યુલર થોરેસિક સર્જરી, કાર્ડિયોલોજી જેવી બીમારીની સારવાર પણ આયુષ્‍માન કાર્ડ કરવામાં આવે છે. તેમજ ઇન્‍સ્‍યુરન્‍સ ધારકો માટે પણ તમામ પ્રકારની બીમારી સારવાર કરવામાં આવે છે. ઉપરાંત તમામ લોકો માટે બોડી ચેક અપની સુવિધા પણ ઉપલબ્‍ધ છે.  આ કેમ્‍પની આગામી તા.૨૫ મી સપ્‍ટેમ્‍બર, રવિવારે સવારે ૯ થી ૧ રાખવામાં આવ્‍યો છે. આ સાથે કેન્‍સર બાબતે મનમાં મુંઝવાતા પ્રશ્‍ન માટે એવરનેસ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. કેમ્‍પમાં અગાઉ થી ફોન દ્વારા કે રૂબરૂ રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજીયાત છે. કેમ્‍પમાં નામ નોંધાવવા માટે શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્‍પિટલ, પંચવટી મેઇન રોડ, શ્રીનાથજી ટાવર પાછળ, અમીન માર્ગ, રાજકોટ-૨ નો સંપર્ક કરવા જણાવાયું છે. 

(4:43 pm IST)