Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રાજકોટના નિવૃત બેન્‍ક મેનેજર આજે રાત્રે KBCના સેટ ઉપર દેખાશે

રાજકોટ તા. ર૦: સ્‍ટેટ બેંકના નિવૃત મેનેજર હરેશ જગદીશચંદ્ર ભટ્ટ તથા તેમના પુત્ર અભિષેક ભટ્ટ આજે ‘કૌન બનેગા કરોડપતિ'-KBC ના Set ઉપર ઓડીયન્‍સમાં પ્રથમ હરોળમાં જોવા મળશે. આજેનાં શોમાં નામ મુજબ કરોડપતિ થનાર અને એક કરોડ જીતનાર પ્રથમ ખેલાડી આ ર૦રર Season માં એવા કવિતા ચાવલા, કોલ્‍હાપુર Show દરમ્‍યાન સતત ૩ કલાક શુટીંગ દરમ્‍યાન બંને પિતા-પુત્ર ભાતીગળ પહેરવેશમાં સાફા પહેરીને હાજર રહ્યા હતા.

હરેશ ભટ્ટ, અમિતાભ બચ્‍ચનના બીગફેન હોવાને નાતે તેમના બંને સંતાનોના નામ પણ શ્‍વેતા અને અભિષેક જ રાખેલ છે. જે પૈકી અભિષેક ભટ્ટને પણ શ્રી બચ્‍ચન સાહેબને મળવાનો અન્‍ય મોકો મળેલ.

શ્રી ભટ્ટે, તેમના પરિવારનું તથા બચ્‍ચન પરિવારનું પોસ્‍ટર નામ પ્રિન્‍ટ કરાવીને ઉલ્લેખ કરીને શ્રી બચ્‍ચન સાહેબને ભેટ આપેલ હતું.

શ્રી હરેશ ભટ્ટ નિવૃત બેન્‍ક મેનેજર ઉપરાંત સંગીત પ્રેમી અને પ્રોત્‍સાહક તેમજ ‘વન-વગડો', "Indian જાને-અન્‍જાને કલાકાર', ‘કૌશિકી ચક્રવર્તી ફેન કલબ અને શ્રી અમિતાભ બચ્‍ચનના TOP FAN માં સામેલ છે. તેમને સમગ્ર પરિવાર તથા બહોળા મિત્ર વર્તુળ તરફથી 79901 48930 ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(3:48 pm IST)