Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

વોર્ડ નં. ૧૧,૧૨,૧૩ દ્વારા રક્‍તદાન કેમ્‍પ

રાજકોટમાં મવડી ચોકડી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસ નિમિતે વોર્ડ નં. ૧૧,૧૨,૧૩ દ્વારા મહારકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. બહોળી સંખ્‍યામાં રકતદાતાઓએ રકતદાન કરેલ હતું. મેયર ડો.પ્રદીપભાઇ ડવ, ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, કોર્પોરેટર મીતલબેન લાઠીયા, અસ્‍મીતાબેન દેવલાડીયા, શહેર યેવા મોરચા પ્રમુખ કિશનભાઇ ટીલવાની ઉપસ્‍થિતીમાં યોજાયેલ. આ રકતદાન કેમ્‍પનો સફળ બનાવવા વોર્ડ નં. ૧૨ યુવા મોરચા પ્રમુખ યુવરાજસિંહ ઝાલા, મહામંત્રી સતીષ ટોળીયા, મંત્રી વિરલ રાઠોડ, અમીત સુવાગીયા, નૈમિષ ચોટાઇ, જેકી પનારા તથા વોર્ડ નં. ૧૧ના યુવા મોરચાના પ્રમુખ અંકીતભાઇ સોરઠીયા, શહેર કારોબારી સભ્‍ય હર્ષિતભાઇ કોટડીયા અને વોર્ડના કાર્યકરોએ જહેમત ઉઠાવેલ હતી.

(3:49 pm IST)