Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રાજકુમાર કોલેજ ટ્રસ્‍ટના નવનિયુકત પ્રેસિડેન્‍ટ માંધાતાસિંહ જાડેજાનું બહુમાન

રાજકુમાર કોલેજે દેશને રાજવીઓ આપ્‍યા છે, કોલેજના પડતર પ્રશ્નોને અગ્રતા અપાશેઃ માંધાતાસિંહજી જાડેજા

રાજકોટઃ  સમગ્ર સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠત ગણાતી રાજકુમાર કોલેજ ટ્રસ્‍ટના નવ નિયુકત પ્રેસિડેન્‍ટ માંધાતાસિંહ જાડેજા (મો.૯૮૨૪૨ ૦૧૧૨૩)નું રાજકીય આગેવાનો અને સમાજીક તેમજ ધાર્મિક સંસ્‍થાના આગેવાનો દ્વારા કોલેજના ભાવસિંહજી હોલ ખાતે બહુમાન કરવામાં આવ્‍યું છે.

રાજકોટની ધરોહર અને માન, મોભો અને મર્યાદાના પ્રતિક ગણાતી મા સરસ્‍વતીનું ધામ એટલે રાજકુમાર કોલેજની ગણના થાય છે. રાજકુમાર કોલેજ ટ્રસ્‍ટના ઇતિયાસમાં સૌ પ્રથમ વખત પ્રેસિડેન્‍ટનું બિરૂદ રાજકોટના રાજ પરિવારના ફાળે જાય છે. ત્‍યારે રાજકોટની પ્રજામાં અનેરો ઉમંગ અને ઉત્‍સાહ જોવા મળ્‍યો છે.

રાજકુમાર કોલેજના ભાવસિંહજી હોલ નવ નિયુકત પ્રેસિડેન્‍ડ અને સર્વ સ્‍વિકૃત રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાનું ચેમ્‍બર ઓફ કોર્મસ, બોલબાલા, દિકરાનું ઘર (ઢોલરા), પુરૂપાર્થ વક મંડળ, બ્રહ્માકુમારી, લાઇફ મિશન, જીમખાના, વેસ્‍ટ રેલવે એમ્‍પોલય યુનિયન, એકતા ચેરીટેબલ ટ્રસ્‍ટ, ભુદેવ સેવા સમિતી, કચ્‍છ-કાઠીયાવાડ-ગુજરાત ગરાસીયા એસોસિએશન, ચંદ્રસિંહજી ભાડવા સ્‍ટ્રડી સર્કલ, હરભમજીરાજ ગરાસીયા બોર્ડીંગ, મહારાણા પ્રતાપ સ્‍મૃતિ સંસ્‍થાન, કરણી સેના અને સ્‍વ નિર્મૂળ શાળા સંચાલક મંડળ તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્‍થિતીમા માંધાતાસિંહ જાડેજાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમના સ્‍વાગત પ્રવચન એકિટંગ પ્રિન્‍સિપાલ અને ટ્રસ્‍ટ વોર્ડન ચાકો થોન્‍સે કર્યુ હતુ. એસ. એન. કે. સ્‍કુલના ડાયરેકટર અને રાજકુમાર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી કિરણભાઈ પટેલે કહ્યું કે અમારી રંગરગમાં રાજકુમાર કોલેજના સંભારણા છે અને અમે આ તકે નવા બોર્ડ ઓફ ટ્રસ્‍ટીશ્રીને શુભેચ્‍છાઓ પાઠવીએ છીએ. પાજોદ રાજપરિવારના અને ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પૂર્વ પ્રિન્‍સીપાલ શ્રી આયઝખાન પોતાની પ્રસન્‍નતા વ્‍યકત કરી અને રાજકુમાર કોલેજને પ્રગતિના પથ પર લઈ જવા નવ નિયુકત ટ્રસ્‍ટીસને શુભેચ્‍છા પાઠવેલ. સનસાઈન સ્‍કુલના પ્રિન્‍સીપલ શ્રી સુહાસ રાવે પણ આ ઐતિહાસિક સંસ્‍થાને વધુ સમસમૃધ્‍ધ અને સુદ્રઢ કરવા અનુરોધ કરેલ.  ઠાકોર સાહેબ જયદીપસિંહ ઝાલા ઓફ લીંબડીએ નવ નિયુકત પ્રેસિડેન્‍ટને આવકારી શુભેચ્‍છા પાઠવી અને ખંભે ખંભો મિલાવી સંસ્‍થાને સફળતાના શિખર સર કરવામાં આવશે.

 નવ નિયુકત પ્રેસિડેન્‍ટ માંધાતાસિંહજી જાડેજાએ પ્રસંગો ઉચિત ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે, પ્રજાવત્‍સલ, પ્રજાભિમુખ રાજવીઓએ આર.કે.સીની સ્‍થાપના અને સર્વધન કર્યુ છે . રાજકુમાર કોલેજે દેશને રાજવીઓ આપ્‍યા છે. જેમાં રાજનિતીજ્ઞ ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા, આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં ખ્‍યાતી પામનાર જામ રણજીતસિંહજી, કવિ,લેખક લાઠી સ્‍ટેટ કવિ કલાપી, જેમણે જયાંશિક્ષણ લીધુ અને ગુજરાતી ભાષાના મહાન કવિ નાનાલાલે અહીં શિક્ષણ પણ આપ્‍યું છે. તેમજ અનેક સનદી અધિકારીઓ આપ્‍યા જેમાં ભારતના ભૂતપૂર્વ રાજદુત સુઝનભાઈ ચિનોઇ, ઉદ્યોગપતિ નરેશભાઇ પટેલ, વિનેશભાઈ પટેલ, શિક્ષણ શાષાીઓમાં પાંચોદ રાજ પરિવારના આયાઝખાન  અને  રાજકોટના કિરણભાઈ પટેલ  સહિતના અનેક મહાનુભવો આ સંસ્‍થાએ આપ્‍યા છે. ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા પ્રેસિડેન્‍ટ બન્‍યા બાદ પડતર પ્રશ્નને અગ્રતા આપવામાં આવેશે જેમાં ફી રેગ્‍યુલેશન કમિટી, વિદ્યાર્થીના અને કર્મચારી સહિતના પ્રશ્નોનો તેમજ આર કે સીમા સગવડતા વધારવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના સઘન પ્રયાસ સહિતના મુદ્દાઓ હાથ પર લેવામાં આવશે.તમામ પ્રશ્નોનો ઉકેલ લાવી સર્વાંગી વિકાસ સાધવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.

જીસકી બુધ્‍ધી, બલ ઉસકા રાજકુમાર કોલેજના સુત્ર યસ્‍ય બુર્ધ્‍ધિબલમ તસ્‍યને ચરિતાર્થ કરવાની છ મુદાના સિધ્‍ધાંતને અનુસરવા પ્રતિબધ હોવાનું તેઓએ અંતમાં જણાવ્‍યું છે. રાજય સભાના સભ્‍ય શ્રી રામભાઈ મોકરીયા, શ્રી પરેશભાઈ ગજેરા, શ્રી વી.પી.વૈષ્‍ણવ (પ્રેસીડેન્‍ટ ચેમ્‍બર ઓફ કોમર્સ), શ્રીમતી દર્શિતાબેન શાહ (ડેપ્‍યુટી મેયર), શ્રી હેલીબેન, શ્રી નરેશભાઈ પટેલ (પટેલ બ્રાસ વર્કસ પ્રા.લી.) અને શ્રી મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ પ્રા.લી.)એ શુભસંદેશ પાઠવેલ.

(3:56 pm IST)