Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કાલે માલધારી સમાજ દૂધ વિતરણ નહીં કરે

ઘનશ્‍યામપુરી બાપુની અપીલને રાજકોટ માલધારી સમાજ અનુસરશે : ભીખાભાઇ પડસારીયા

રાજકોટ,તા. ૨૦ : સમસ્‍ત યદુવંશી ગોપ ભરવાડ સમાજના ગુરુગાદી ધર્મગુરુ ઘનશ્‍યામપુરી બાપુએ જ્‍યારે શેરથા માલધારી સંમેલનમાં આહવાન કર્યું હોય ત્‍યારે ગુજરાત માલધારી સમાજ દ્વારા ૨૧ તારીખે ઢોર નિયંત્રણ કાયદાને પરત ખેંચવાને લઇ સમગ્ર ગુજરાતની અંદર માલધારી સમાજ દ્વારા એક પણ લીટર દૂધ કોઇને ન આપી દૂધ વિતરણ બંધ રાખે તેવી રાજકોટ માલધારી સમાજના ભીખાભાઇ પડસારીયાએ અપીલ કરી છે.
રાજકોટ માલધારી સમાજને ૨૧ તારીખે સવાર સાંજનું દૂધ વિતરણ બંધ કરી સરકારની સામે આંદોલન ચાલી રહ્યુ છે. તેને સપોર્ટ કરી સીટીની અંદર જે ગાયને નિયંત્રણ કરવા નીકળેલી સરકારની સામે આંદોલન દૂધ બંધ કરવાનું હોય ત્‍યારે એક દિવસ દૂધ બંધ રાખવું સમસ્‍ત માલધારી સમાજને આહવાન છે.
આ દિવસનું દુધ જેમ યદુવંશી ગોપ ભરવાડ સમાજના ગુરુશ્રી ઘનશ્‍યામપુરી બાપુએ આહવાન કર્યું છે કે એક દિવસ દૂધ બંધ રાખી દૂધને મેળવી દહીં બનાવી ઘી બનાવી લાડવા બનાવી ભગવાનશ્રી દ્વારકાધીશને પ્રસાદ કરો અને એ લાડવા બધાને પ્રસાદ રૂપે વિતરણ કરવા એ રીતે જ્‍યારે બાપુએ આદેશ કર્યો હોય ત્‍યારે સમસ્‍ત માલધારી  સમાજને સહયોગી બનવા ભીખાભા પડસારીયા, રણજીત મુંધવા, નારણભાઇ વકાતર, ગોપાલ ગોલતર, ભરત ધોળકીયા, જીલેશ ભરવાડ સહીતનાએ અપીલ કરી છે.

 

(4:00 pm IST)