Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ઘરેલુ હિંસાના કેસમાં પત્નિને ભરણપોષણ અને મકાન ભાડુ ચુકવવાનો કોર્ટનો આદેશ

રાજકોટ,તા.૨૦ : અત્રે ડોમેસ્ટીક વાયોલેન્સ એકટની અરજીમાં પત્નીને ભરણપોષણ તથા મકાન ભાડુ ચુકવવાનો કોર્ટે પતીને આદેશ કર્યો હતો.

અહીંના પેડક રોડ પર આવેલ બ્રાહ્મણીયાપરામાં રહેતી પરણીતા લક્ષ્મીબેહના લગ્ન સુરત મુકામે રહેતા ચિરાગભાઇ નીતીનભાઇ પાલડીયા સાથે સને ૨૦૧૨ની સાલમાં થયેલ હતા અને લગ્નબાદ પરણીતા પોતાના સાસરે સંયુકત કુટુંબમાં રહેવા ગયેલ હતી અને આ લગ્ન જીવનથી પુત્રનો પણ જન્મ થયેલ હતો. ત્યારબાદ પતી પત્નિ વચ્ચે અણબનાવ થતાં પરણીતા પોતાના માવતરે પરત ફરેલ હતી અને તેણે પોતાના (૧) પતિ ચિરાગભાઇ નીતીનભાઇ પાલડીયા, (૨) સાસુ હંસાબેન નીતીનભાઇ પાલડીયા, (૩) સસરા નીતીનભાઇ હરીભાઇ પાલડીયા (૪) દેર વિશાલ નીતીનભાઇ પાલડીયા (૫) દેરાણી હેપીબેન વિશાલભાઇ પાલડીયા સામે રાજકોટની ફોજદારી અદાલતમાં સને ૨૦૧૯ની સાલમાં ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ તળેની ફરીયાદ દાખલ કરેલ હતી.

આ અરજી દલીલ પર આવતાં પરણીતાના વકીલશ્રી અંતાણીએ લંબાણ પૂર્વકની દલીલો રજુ કરેલ હતી અને તેમની તમામ દલીલોથી સહમત થઇ રાજકોટની ફોજદારી અદાલતે પરણીતાને પોલીસે જ:ર પડે ત્યારે પરણીતાને સાસરીયાઓથી રક્ષક અપાવવાનો આદેશ ફરમાવેલ હતો અને વિશેષમાં અરજીની દાખલ તારીખથી એટલે કે ૧૯-૩-૧૯થી પરણીતાને અને તેના સગીર સંતાન બંનેને મળી અને પતિ ચિરાગે દર મહીને :. ૫૦૦૦/ ભરણપોષણના ચુકવવાનો તથા અરજીની દાખલ તારીખથી પતિએ પરણીતાને માસીક :ા. ૨૦૦૦/ મકાન ભાડા પેટે ચુકવવાનો આદેશ ફરમાવેલ હતો. જેથી પરણીતા હુકમની તારીખે ૨,૧૦,૦૦૦/ ભરણપોષણના તથા ૮૪,૦૦૦/ મકાનભાડાના મળી કુલ ૨,૯૪,૦૦૦/ વસુલવા હકદાર બનેલ હતી. અને પછીથી દર મહીને પતિએ ભરણપોષણના અને ભાડાના મળી ૭,૦૦૦/ હુકમ મુજબ આપવાના હોય જેથી પરણીતાએ રાહતનો દમ લીધેલ છે.

આ કેસમાં પરણીતા લક્ષ્મીબેન વતી રાજકોટના લગ્ન વિષયક કાયદાના નિષ્ણાત એડવોકેટ સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ છે.

(4:02 pm IST)