Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

લીલીસાજડીયાળીમાં જમીનમાં ભાગ બાબતે સુમીતાબેન પર નણંદ અને નણદોયાનો હુમલો

નણંદ તેજલ અને નણદોયા રમેશ ચાવડા સામે ફરિયાદ : નણંદ ફીનાઇલ પી ગઇ

રાજકોટ તા. ૨૦ : લીલી સાજડીયાળી ગામ પાસે જમીનમાં ભાગ બાબતે મહિલા સાથે ઝઘડો કરી નણંદ અને નણદોયાએ લાકડાના ધોકા વડે માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ લીલીસાજડીયાળી ગામમાં રહેતા સુમીતાબેન વિપુલભાઇ મકવાણા (ઉ.૨૭)એ આજીડેમ પોલીસ મથકમાં ગામમાં રહેણા નણંદ તેજલ ચાવડા અને નણદોયા રમેશ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. સુમીતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે પોતે તથા પતિ બંને ઘરે હતા ત્યારે નણંદ તેજલ અને નણદોયા રમેશ ચાવડા બંને ઘરે આવીને પતિને કહેલ કે, 'મારે જમીન તથા મકાનમાં ભાગ જોય છે.' તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા અને નણદોયા રમેશે ઉશ્કેરાઇ જઇ લાકડાનો ધોકો લઇને પતિને મારવા જતા પોતે વચ્ચે પડતા પોતાને માથાના ભાગે ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ પોતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે સામાપક્ષે કુવાડવાના ગુંદા ગામે રહેતા નણંદ તેજલબેન રમેશ ચાવડા (ઉ.૩૭)એ ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભાભી સાથે જમીનમાં ભાગ બાબતે ઝઘડો થતા તેણે આ પગલુ ભર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એ.એમ.મહેતાએ તપાસ હાથ ધરી છે.(

(4:06 pm IST)