Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

બામણખોર જીઆઇડીસીમાં ગોડાઉનમાં આગ ભભૂકી : છ લાખનું નુકશાન

આગ માંડવીના ફોતરાના ઢગલામાં લાગી'તીઃ ફાયરબ્રિગેડે સ્‍થળ પહોંચી આગ બુઝાવી

રાજકોટ, તા. ર૦ : કુવાડવા નજીક બામણબોર જી.આઇ.ડી.સી.માં આવેલા એક ગોડાઉનમાં આગ લાગતા ફાયરબ્રિગેડ  સ્‍ટાફે તાકિદે સ્‍થળ પર પહોંચી આગ બુઝાવી હતી.
મળતી વિગત મુજબ બામણબોર જીઆઇડીસીમાં પ્‍લોટ નં. ૧૦૩માં આવેલા જયદિપ સેલ્‍ફ બાયોકોલ કોર્પોરેશન નામના ગોડાઉનમાં વહેલી સવારે એકાએક આગ લાગી હતી. ગોડાઉનની પાછળ જ લેબર રૂમમાં રહેતા કર્મચારીએ ગોડાઉનમાં ધુમાડાના ગોળે ગોળા નિકળતા જોઇ ગોડાઉન માલીક આશિષભાઇને જાણ કરતા તેને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જાણ થતા જ ફાયરબ્રિગેડ સ્‍ટાફના જમાદાર નીઝામભાઇ, ફાયરમેન દિગ્‍વીજયસિંહ, મેહુલભાઇ, જિજ્ઞેશભાઇ અને આશિષભાઇ સહિત ફાયર ફાઇટર સાથે તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી આગ ગોડાઉનમાં પડેલા માંડવીના ફોતરાના ઢગલામાં લાગી હતી. આગમાં અંદાજે ૬ લાખનું નુકશાન થયું હોવાનું ગોડાઉન માલીકે જણાવ્‍યું છે. આગ કયા કારણોસર લાગી તે જાણ સી.સી.ટીવી કેમેરાના ફૂટેજ ના આધારે તપાસ થઇ રહી છે.

 

(4:33 pm IST)