Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ફટાકડાના લાયસન્સ માટેની અરજી ૨૭મી સુધી સ્વીકારાશે

પોલીસ કમિશનર કચેરીએ અરજી કરી શકાશેઃ ખુરશીદ અહેમદ

રાજકોટ તા. ૧૯: શહેરમાં રહેતાં જે લોકો દિવાળીના તહેવાર નિમીતે ફટાકડાનો વેપાર કરવા ઇચ્છે છે તેઓને ફટાકડા વેંચાણ માટેના લાયસન્સ માટે પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરવાની હોય છે. આ માટેની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૭/૧૦/૨૧ રાખવામાં આવી છે. એ પછી કોઇની પણ અરજી સ્વીકારવામાં આવશે નહિ. તેમ જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદની યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)