Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ધી ડીવાઇન ક્રેડીટ સોસાયટીના ચેકરિટર્નના કેસમાં આરોપીને છ માસની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ,તા.૨૦ : રાજકોટની ધી ડીવાઇન ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી., ના લોનીએ ચેક રિટર્ન કેસમાં છ માસની સજા અને એક ચેકની રકમ રૂ. ૮૩,૫૩૭ વળતર ચુકવવા હુકમ કોર્ટે કર્યો હતો.

અત્રે રાજકોટની ધી ડીવાઇન ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી. 'ઇલોરા કોમ્પલેક્ષ' શોપ નં. ૨, રાજ પેલેસ સામે, સાઘુ વાસવાણી રોડ, રાજકોટ વાળા ઉપરોકત સરનામે શરાફી મંડળી ચલાવે છે. અને સભાસદોને ધીરાણ આપવાનું કામકાજ કરે છ. સભ્ય દરજ્જે આરોપી જીતેન્દ્રભાઇ ભિખુભાઇ બારૈયાએ ફરીયાદી મંડળીમાંથી તા. ૧૧/૮/૨૦૧૫ ના રોજ રૂ. ૭૫,૦૦૦નું ધિરાણ મેળવેલ. આરોપીએ સદરહું લોનના ચડતા હપ્તાની રકમ ચુકવવા માટે ફરીયાદી મંડળીને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા, ગુંદાવાડી શાખા રાજકોટ આરોપીના ખાતાનો ચેક રૂ. ૮૩,૫૩૭ નો આપેલ ફરીયાદી મંડળીએ સદરહું ચેક પોતાના ખાતાામં રજુ કરતા સદરહું ચેક ૧૦/૧/૨૦૧૮ના રોજ 'ફન્ડસ ઇન્સફીસન્ટ'ના શેરા સાથે પરત ફરેલ હતો.

ફરીયાદીએ આરોપીને તા. ૨૯/૧/૧૮ના રોજ રજી. એડી.થી નોટીસ મોકલાવેલ જે નોટીસ આરોપીને તા.૩૦/૧/૨૦૧૮ના રોજ બજી જવા છતાં આરોપીએ ફરીયાદી મંડળીની લેણી રકમ ચુકવેલ નહીં જેથી ફરીયાદીએ રાજકોટના મ્હે. ચીફ.જ્યુડી સાહેબની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ.

આ ફીરયાદ ચાલી જતા આ કામે ફરીયાદી દ્વારા આરોપીને લોન અવેજ ચુકવી આપેલની હકીકત સાબીત થયેલ છે. જે ફરીયાદપક્ષે પુરવાર કરેલ છે. આમ ફરીયાદીએ પોતાની પ્રાઇમ ડ્યુટી બજાવેલ છે અને કાયદેસરનું લેણુ બાકી નીકળે છે. તે સાબત કરેલ છે અને તે પરત કરવા આરોપીએ સદરહું વાદગ્રસ્ત ચેક આપેલ છે.

આરોપીની દાનત ફરીયાદીને રકમ પરત નહીં આપવાનું જણાય છે. જેથી ચીફ.જ્યુડી મેજી.સો આ કામના આરોપીને છ માસની સજા તેમજ રૂ. ૮૩,૫૩૭ વળતર પેટે ફરીયાદીને ત્રણ માસમાં ચુકવવા અને વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરિયાદી ધી ડીવાઇન ક્રેડીટ કો.ઓ સોસાયટી લી., તરફે રાજકોટના ધારાશાસ્ત્ર રીતેષ એસ. કોટેચા રોકાયેલા છે. 

(2:42 pm IST)