Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

રાજયકક્ષાની રોલ-બોલ ટુર્નામેન્ટમાં બાળકો ઝળકયા

રાજકોટઃ જીલ્લામાં રાજય કક્ષાની રોલ-બોલ સ્પર્ધાનું આયોજન ગુજરાત રોલ-બોલ એશોસીએશન દ્વારા બાલભવનમાં કરવામાં આવેલુ. જેમાં એેશિયન રોલર કલબના બાળકોએ ભાગ લીધેલો. આ સ્પર્ધામાં રાજયમાંથી સુરત-અમદાવાદ-જુનાગઢ-મોરબી તેમજ રાજકોટના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો. જેમાં ઓશિયરોલર કલબના બાળકોએ સારૂ પ્રદર્શન કરી અંડર-૧૧ બોયઝ અને અંડર ૧૧ ગર્લ્સમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલુ. ભવ્ય ગોસ્વામી, ઝયાન વિસાની, નમ્રભટ્ટ, આરવજોષી, બ્રિજપાલ વાઘેલા, નંદન અઢીયા, શૌર્યરામાની, હરપ્રિત ભટ્ટ, ફલક મહેતા, નિશિઆસર, વિદા દરજી, તેમજ અંડર -૧૪માં સિધ્ધાર્થ જરીયા, કિતાર્થ હરણેશા, શૌર્ય ઓઝા, ઋષિલ બાલધાનું નેશનલ લેવલે સિલેકશન થયેલુ પ્રેકટીસ કોચ સિધ્ધાર્થભાઇ વ્યાસ તેમજ તેમની ટીમના સભ્યો ઉત્સવ રાઠોડ અને જય સોલંકી તેમજ જિનલ વ્યાસે આપેલી.

(2:46 pm IST)