Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

2017માં ધોરાજી ચૂકી ગયા હતા, શું ફાયદો થયો ? શું મળ્યું ? નરેન્દ્રભાઈ મોદી

કોંગ્રેસ વાળા ને પૂછી જો તમે શું આપ્યું, નર્મદાના પાણી માટે કોર્ટ, કચેરીમાં ઢસડી ગયા: મેઘાપાટકરનુ નામ લીધા વિના કટાક્ષ કર્યો: કોંગ્રેસના લોકો તેના પર હાથ મૂકે છે : આવા લોકોને પૂછજો કયા મોઢે મત માગો છો કોંગ્રેસ ઉપર વડાપ્રધાનના પ્રહારો

રાજકોટ: ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની પાર્ટી એ પ્રચંડ પ્રચારમાં લાગી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ સોમનાથ મંદિરમાં મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ વેરાવળમાં સભા ગજવી હતી ત્યારબાદ બપોરના 12:00 વાગે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે જાહેર સભાને સંબોધન કર્યુ હતુ. જયાંથી વડાપ્રધન  અમરેલી અને બોટાદમાં જનસભાને સંબોધન કરવા રવાના થયા છે. 

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા યોજાય તે પુર્વે રાજકોટ જીલ્લા ભાજપના આગેવાનો અને ઉમેદવારોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતુ અને નરેન્દ્રભાઈની સભા સાંભળવા લોકો ઉમટયા હતા તે વખતની તસ્વીર(તસ્વીર: સંદિપ બગથરીયા)

(4:12 pm IST)