Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

રાજકોટ શહેરમાં કોરોનાના 3 કેસ નોંધાયા જામકંડોરણા અને પાદરીયામાં બે વૃદ્ધ સંક્રમિત થતા આરોગ્ય ટીમ દોડી

રાજકોટના ત્રણેય સંક્રમિતઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે અને એક પણ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી

રાજકોટ:રાજકોટ શહેરમાં આજે કોરોનાના 3 કેસ નોંધાયા છે શહેરના જંકશન પ્લોટ અને 40 ફૂટ રોડ વિસ્તારમાં આ નવા  3 કેસ નોંધાયા છે આજે નોંધાયેલા એક પણ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી, ત્રણેય દર્દીએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે. જંકશનના એક જ પરિવારના 28 વર્ષીય યુવાન અને 58 આધેડ હોમ આઇસોલેટ, જ્યારે વોર્ડ નં.11ના 40 ફૂટ રોડ પર રહેતા 87 વર્ષીય વૃદ્ધ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે.

 રાજકોટ ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે. જામકંડોરણામાં 88 વર્ષીય વૃદ્ધ અને જામકંડોરણાના પાદરીયા ગામે 87 વર્ષીય વૃદ્ધ સંક્રમિત થયા છે. બન્નેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ગ્રામ્યમાં હાલ 10 એક્ટિવ કેસ થઈ ગયા છે. જેમાંથી એક ઓમિક્રોન પોઝીટીવ છે. કુલ સંક્રમિતોની સંખ્યા 14948 થઈ છે.

(11:28 pm IST)