Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

બંગાળ રહેતી પત્નિ સાથે ફોનમાં ચડભડ થતાં ચંપકનગરના યુવાને ફાંસો ખાધો

રાજકોટ તા. ૨૦: સામા કાંઠે ચંપકનગરમાં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં રામક્રિષ્ના સાસમલ બંગાળી (ઉ.વ.૨૭) નામના યુવાને રાતે ગળાફાંસો ખાઇ લેતાં સાથે રહેતાં મજૂરો જોઇ જતાં બચાવી લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

રામક્રિષ્ના ત્રણ બહેનનો એકનો એક નાનો ભાઇ છે. તેની પત્નિ અને બે સંતાન બંગાળ વતનમાં રહે છે. સાંજે પત્નિ સાથે ફોનમાં વાતચીત વખતે ચડભડ થતાં માઠુ લાગતાં ગળાફાંસો ખાઇ ગયાનું જણાવાયું હતું.

(11:16 am IST)