Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

પેપર લીક કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક : ધરણા કર્યા : ૨૩ની અટકાયત

રાજકોટ તા. ૨૦ : હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક થવાના કૌભાંડ સામે આક્રોશ વ્યકત કરી અને આજે સવારે ત્રિકોણ બાગ ખાતે ધરણા કરી ભજપ સરકાર વિરૂધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા. આ દરમિયાન પોલીસે શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર અને કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી સહિત ૨૩ કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખની યાદીમાં જણાવાયા મુજબ રાજયની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની ગઈ છે હાલમાં જ હેડ કલાર્ક ની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયેલ છે જેના કારણે રાજયના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા. રાજયની ભાજપ સરકાર યુવાનોના પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક વધુ બોલતો પૂરાવો છે. પહેલેથી બેકારીનો ભોગ બનેલા રાજયના લાખો બેરોજગાર યુવાનોને પરીક્ષા આપવા જવાનો ખર્ચ, સમયનો દુર્વ્યય અને ભારે હાલાકી ભોગવવા પડ્યા. બેરોજગાર યુવાનો માટે ઉપયોગી આયોજન કે નીતિ ઘડવાને બદલે તેમની હાલાકીમાં વધારો કરવાનું રાજયની ભાજપ સરકારનું આ પગલું અત્યંત નીંદનીય છે. હંમેશની જેમ રાજયની પ્રજાના પડખે રહેવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની નેમ સાથે કોંગ્રેસ પક્ષ સતત સક્રિય રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજયની ભાજપ સરકારના આ અત્યંત ગંભીર અને ગુનાહિત છબરડાનો વિરોધ કરવા ત્રિકોણબાગ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો.

જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ડો. હેમાંગભાઈ વસાવડા, દિનેશભાઈ મકવાણા, મનપાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રવીણભાઈ રાઠોડ, દિપ્તીબેન સોલંકી, ગોપાલભાઈ અનડકટ, વશરામભાઈ ચાંડપા, કોર્પોરેટર કોમલબેન ભારાઈ, વોર્ડ પ્રમુખ અશોકભાઈ જોશી, કેતનભાઈ જરીયા, ગીરીશભાઈ ઘરસંડિયા, બીજલભાઈ ચાવડીયા, વાસુભાઈ ભંભાણી, નરેશભાઈ પરમાર, નારણભાઈ હીરપરા, પૂર્વ કોર્પોરેટરો સંજયભાઈ અજુડિયા, નીલેશભાઈ મારું, ફ્રન્ટલસેલ નરેશભાઈ સાગઠીયા, હાર્દિક પરમાર, આશિષસિંહ વાઢેર, મુકેશભાઈ પરમાર, તેમજ આગેવાનો મનોજભાઈ ગેડિયા, રામભાઈ જીલરીયા, ઠાકરસીભાઈ ગજેરા, હર્ષદભાઈ વઘેરા, જલ્પેશભાઇ કલોલા, જગદીશભાઈ સાગઠીયા, રવિભાઈ ડાંગર, સિકંદરભાઈ ડાકોરા, સુરેશભાઈ ગરેંયા, રોહિતભાઈ માલા, નાગજીભાઈ વિરાણી, ગોપાલભાઈ બોરાણા, ભરતભાઈ ગોંડલિયા, ગોપાલભાઈ મારવી, નીતિનભાઈ પાંચાણી, હિરલબેન રાઠોડ સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અશોકભાઈ ડાંગર અને પ્રદીપભાઈ ત્રિવેદી સહીત ૨૩ કોંગી આગેવાનોની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી.

બાઇક રેલી માટે મંજુર મંગાઇ

શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, 'પેપર લીક કૌભાંડ મુદ્દે' શહેર કોંગ્રેસ દ્વારા આગામી તા. ૨૨ ડીસેમ્બરે બાઇક રેલી યોજી કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાનાર છે. આ માટે પોલીસ કમિશનરશ્રી પાસે વિધીવત મંજુરી માંગવામાં આવી છે.(૨૧.૩૦)

તસ્વીર : સંદિપ બગથરિયા

(3:03 pm IST)