Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

આકાશે મિત્રની જાણ બહાર તેના કારખાનામાં દારૂ છુપાવતાં ઝડપાયોઃ જયદીપ ઉર્ફ ટેભાનું નામ ખુલ્‍યું

માલધારી ફાટક પાછળ ક્રિએટીવ ઓટો કારખાનામાંથી ૨૫ હજારનો દારૂ કબ્‍જે : ક્રાઇમ બ્રાંચના આસી.સબ ઇન્‍સ. બી.જે. જાડેજા અને મહિપાલસિંહની બાતમી

રાજકોટ તા. ૨૦: કોઠારીયાના ન્‍યુ વરૂણ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયા માલધારી ફાટક પાછળ શેરી નં-૧માં આવેલ ક્રીએટીવ ઓટો ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાં આકાશ મનોજભાઇ જાદવ-વાણંદ (ઉં.વ.૨૨ ધંધો-મજુરી રહે.કોઠારીયા રોડ દેવપરા ભવાની ચોક મયુર પાનની સામે)એ દારૂનો જથ્‍થો છુપાવ્‍યો હોવાની અને હાલ તે ત્‍યાં હોવાની બાતમી ડીસીબીના આસી. સબ ઇન્‍સ. બલભદ્રસિંહ જે. જાડેજા અને મહિપાલસિંહ ઝાલાને મળતાં દરોડો પાડતાં રૂા. ૨૫ હજારનો દારૂનો જથ્‍થો મળતાં આકાશને પકડી લીધો હતો.
પુછતાછમાં પોતે આ દારૂ પીપળીયા હોલ પાસે રહેતાં જયદિપ ઉર્ફ ટેભો સુરેશભાઇ નામના શખ્‍સ પાસેથી લાવ્‍યાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે. હજુ દસેક દિવસ પહેલા જ આકાશને ક્રાઇમ બ્રાંચની જ એક ટીમે દારૂ સાથે પકડયો હતો. છુટયા બાદ ફરીથી આ ધંધો ચાલુ કરી દીધો હતો. તેણે મિત્રની જાણ બહાર મિત્રના કારખાનામાં દારૂનો જથ્‍થો છુપાવ્‍યો હતો. તે સગેવગે કરવા પહોંચ્‍યો ત્‍યાં જ પોલીસ પહોંચી ગઇ હતી.  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્‍સ. મહિપાલસિંહ ઝાલા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

 

(11:54 am IST)