Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા પેપર ફુટવા બાબતે ધરણા

 રાજકોટઃ તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા હેડ કલછાર્કની લેવાયેલ પરીક્ષામાં પેપ રફુટવા જેવી ગંભીર બાબતે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતી દ્વારા સમગ્ર ગુજરાતભરમાં વિદ્યાર્થીઓએ રેલી, ધરણા, આક્રાત્મક આંદોલન કરેલ જેના ભાગ રૂપે રાજકોટ શહેર છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કે.કે.વી. સર્કલથી સરકારમાં વિરોધ દર્શાવતા પ્લે કાર્ડ સાથે રેલી કાઢવામાં આવેલ અને પ્રતિક ધરણા કરેલ જેમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરેલ રેલીમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ઉપસ્થિત રહેલ જેમાં સી.વાય.એસ.એસ. પ્રમુખ સુરજ જે. બગડા, યુવા ઉપપ્રમુખ પ્રણવ ગઢવી, મહામંત્રી ઉત્સવ કોરાટ, મંત્રી સ્વપ્નિલ ભિંડોરા, માનવ ચાવડીયા, ભાર્ગવ માથુકીયા, હાર્દિક ભેસદડીયા, જયદીપ ગોહેલ, કિશન શિંગાળા, અક્ષર સુખડીયા, પાર્થિક શિંગાડા, ધ્રુવ જાવીયા સહિત બહોળી સંખ્યામાં આ રેલીમાં ઉપસ્થિત રહેલ હતા. 

(3:09 pm IST)