Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

રેલ્વે સલાહકાર સમીતીની બેઠકમાં વિવિધ પ્રશ્નો રજુ થયા

હરીદ્વારની ટ્રેનો વધારવા, કોચમાં બેડરોલની સુવિધા આપવા, લાંબા અંતરની ટ્રેનોમાં પેન્ટ્રીકારની સુવિધા, ડબલ ટ્રેક વિદ્યુતીકરણ ઝડપી પુર્ણ કરવા સહીતના મુદ્દે ચર્ચા

રાજકોટ, તા., ૧૮: રાજકોટ ડીવીઝનલ રેલ્વે ઓફીસ ખાતે નવનિયુકત સલાહકાર સમીતીની બેઠક આજે ડીઆરએમ અનિલકુમાર જૈનના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં રેલ્વે ડીવીઝનની ઉપલબ્ધીઓ અને મુસાફરોને લગતી સમસ્યાઓ અને ટ્રેન સબંધી પ્રશ્નોની વિસ્તૃત રજુઆતો અને ચર્ચા થઇ હતી.

આ દરમિયાન સલાહકાર સભ્યો દ્વારા ટ્રેનોના સ્ટોપેજ, એસી કોચમાં બેડરોલની સુવિધા, લાંબા અંતરની ટ્રેનમાં ભોજનની સુવિધા શરૂ કરવા, હરીદ્વારની ટ્રેનો વધારવા, ડબલ ટ્રેક વિદ્યુતીકરણ ઝડપી બનાવવા સહીતની યોજનાઓ ઝડપી પુરી કરવા માંગણી કરવામાં આવી હતી. ડીઆરએમ શ્રી જૈને આ મુદ્દે ઝડપી નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું. બેઠકમાં સલાહકાર સભ્યો સર્વશ્રી પાર્થિવકુમાર ગણાત્રા, રમાબેન આર.માવાણી, શ્રીમતી માધવી શાહ, નિલેશ જેતપરીયા, જયેશ ઉપાધ્યાય, કિરીટ ત્રિવેદી, મુકેશ દશાણી, શ્રીમતી મોનીકાબેન વ્યાસ, શ્રીમતી નિશાબેન કણજારીયા, રાજુ વ્યાસ, નરેન્દ્ર ઠાકુર, મનીષ ચાંગેલા, હીરેન જોશી, તપન દવે, સુરેશ પ્રજાપતી, શ્રીમતી દર્શનાબેન પુજારા, જયેશ શુકલા અને જયેશ પીપળીયા ઉપસ્થિત રહયા હતા. બેઠકનું સંચાલન કોમર્શીયલ મેનેજર અસલમ શેખ અને વિભાગના અન્ય અધિકારીઓએ કર્યુ હતું.(

(3:10 pm IST)