Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ભારત તિબ્બત સંઘના મહાનગર ઉપાધ્યક્ષ પદે ડો.પીઠડીયાની વરણી

રાજકોટ, તા.૨૦: ભારત તિબ્બત સંઘના પ્રદેશ અધ્યક્ષ મહિલા વિભાગ ડો.મૃણાલીનીબેન ઠાકરની યાદી મુજબ ભારત-તિબ્બત સંઘ એ ભારત અને તિબ્બતના સંબંધોને મજબુત બનાવવા માટે સંકલન અને સમન્વય કરતી નોનપ્રોફીટ ઓર્ગેનાઇઝેશન (સંગઠન) છે. જેનો ઉદેશ તિબ્બતનું સમર્થન અને તેની આઝાદી માટે અને કૈલાસ માનસરોવરની મુકિત અને ભારતની સુરક્ષા માટેનો છે. વર્તમાનમાં ભારત-તિબ્બત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતની સુપ્રિમ કોર્ટના સેવા નિવૃત ન્યાયાધીશ જ્ઞાનસુધ્ધા મિશ્રા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આનંદ વર્ધન શુકલા અને ઉપાધ્યક્ષ તરીકે સેવા નિવૃત એરવાઇસ માર્શલ ઓ.પી.તિવારીજી અને સેવા નિવૃત મેજર જનરલ નિલેન્દ્રકુમારજી અને મહામંત્રી તરીકે તથા રાજસ્થાન હાઇકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી સૌરભ સારસ્વત છે. ભાવેશ જોષી (બાપજી) પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રાંત અને ડો.મૃણાલીની ઠાકર પ્રદેશ અધ્યક્ષ મહિલા વિભાગ ગુનરાત પ્રાંતની સહમતિથી રાજકોટ મહાનગર (ગુજરાત પ્રાંત) ઉપાધ્યક્ષપદે વિજય હેંમતલાલ પીઠડીયાની નિમણુંક કરવામાં આવી છે.

ડો.વિજય પીઠડીયા ડાયરેકટર એમ.બી.એ. પ્રોગ્રામ શ્રીમતી એસ.એચ. ગજેરા કોલેજ, અમરેલી ખાતે ફરજ બજાવી રહ્યા છે. સને ૧૯૯૯ થી શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે અને વિદ્યાર્થી પરિષદમાં પણ કાર્ય કરેલ છે. તેમની નિમણુંકને ભારત-તિબ્બત સંઘના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ભાવેશભાઇ જોષી, મહામંત્રી હિરેનભાઇ શાહ, મહિલા વિભાગ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ડો.મૃણાલીનીબેન ઠાકર, મહામંત્રી જીજ્ઞાબેન ગામી તથા ડો.જે.આર.મકવાણા, યોગીનભાઇ છનીયારા, હોદેદારોએ આવકારી શુભેચ્છા પાઠવી છે. તેમ સહસંયોજક-મિડીયા-આઇ.ટી. (ગુજરાત પ્રાંત), ભારત-તિબ્બત સંઘની યાદીમાં જણાવાયું છે.(

(3:11 pm IST)