Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

હેડ પોસ્ટ ઓફીસમાં ૩૧ ડિસેમ્બર સુધી આધારકાર્ડમાં મો.નં. અપડેટ કરવાની કામગીરી

સંપૂર્ણ ડીજીટલ કામગીરી, કોઇપણ જાતના ડોકયુમેન્ટની જરૂર નથી

 રાજકોટઃ અહિંની હેડ પોસ્ટ ઓફીસ ખાતે તા.૩૧ ડિસે. સુધી આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટેની કામગીરી શરૂ કરેલ છે. જેમા કોઇપણ આધાર કાર્ડ ધારક પોતાના આધારકાર્ડમાં મોબાઇલ નંબર તેમજ ઇમેલ એડ્રેસ ટોકન વગર તેમજ લાઇનમાં ઉભા રહયા વગર અપડેટ કરાવી શકે છે સંપૂર્ણ ડીજીટલ પેપરલેસ પ્રોસેસમાં કોઇપણ ફોર્મ ભરવાની ડોકયુમેન્ટ અથવા ઝેરોક્ષ આપવાની જરૂરીયાત નથી  તેમજ સંપૂર્ણ પ્રોસેસ ૨ મીનીટથી પણ ઓછા સમયમાં કમ્પલીટ થાય છે. જેનો ચાર્જ બીજા  આધાર સેન્ટર મુજબ જ ૫૦ રૂ. લેવામાં આવે છે.

આધારકાર્ડમાં મોબાઇલ નંબરથી ખરાઇ કરી વિવિધ સેવાઓનો લાભ લઇ શકાય છે જેમ કે ઇ-શ્રમ પોર્ટલ રજીસ્ટ્રેશન, હેલ્થ કાર્ર્ડ રજીસ્ટ્રેશન, સરકારી પીડીએસ, ડીબીટી યોજનાઓ માટે નોંધણી, એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજના, નવા મોબાઇલ સિમ કનેકશન માટે કેવાયસી, ડુપ્લીકેટ આધારકાર્ડ વિગતોને ઓનલાઇન અપડેટ કરવા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે આરટીઓ સેવાઓનો વપરાશ આવકવેરા રીટર્નની ચકાસણી અને ઇપીએફઓને લગતી સેવાઓ વગેરે... વગેરે... તો જાહેર જનતાને આ સુવિધાનો લાભ લેવા શ્રી એસ.કે. સિંઘલ ડે. સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસ રાજકોટ ડીવીઝન રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે.

(3:20 pm IST)