Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જુગારનો અખાડો ચલાવનાર ગોંડલના હુસેન આદમાણીને પાસામાં ધકેલાયો

જુગારના હાટડા ચલાવનાર સામે જિલ્લા પોલીસની કડક કાર્યવાહીઃ જિલ્લામાં પ્રથમ કેસ

રાજકોટ, તા. ૨૦ :. જિલ્લામાં જુગારના હાટડા ચલાવનાર સામે એસપી બલરામ મીણાએ લાલ આંખ કરી છે અને ગોંડલમાં જુગારનો અખાડો ચલાવતા પકડાયેલ  શખ્સને પાસા તળે જેલમાં ધકેલી દીધો હતો.

ગોંડલમાં જુગારનો અખાડો ચલાવતા પકડાયેલ હુસેન ઉર્ફે ગંભો જુમાભાઈ આદમાણી રહે. ભગવતપરા શેરી નં. ૩૧/૩૨ને પાસામાં ધકેલવા રૂરલ એસપી બલરામ મીણાએ જિલ્લા કલેકટરને દરખાસ્ત કરતા કલેકટરશ્રીએ પાસાનું વોરંટ ઈસ્યુ કરતા એલસીબીના પીઆઈ એ.આર. ગોહિલ તથા પીએસઆઈ એસ.જે. રાણાની ટીમે હુસેનને પકડી પાડી લાજપોર સુરત જેલમાં ધકેલી દીધો હતો.

જિલ્લા પોલીસે જુગારના હાટડા ચલાવતા પકડાયેલ શખ્સને પાસામાં ધકેલાયો હોય તેવો આ પ્રથમ કેસ છે.  આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઈમ બ્રાંચના એએસઆઈ મહેશભાઈ જાની, અમિતસિંહ જાડેજા, હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, પો.કો. પ્રહલાદસિંહ રાઠોડ, ભાવેશભાઈ મકવાણા, મેહુલભાઈ સોનરાજ જોડાયા હતા.(

(3:21 pm IST)