Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જીનિયસ પેનલના મહારથીઓની જીતમાં સારથિ અનિલ દેશાઇ અને સાથી મિત્રોનો અનન્ય ફાળો

રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણી જંગમાં

રાજકોટ તા. ૨૦ : રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં પરિવર્તનનો પવન ફૂંકાતા પ્રમુખ અર્જુનભાઇ પટેલ - સેક્રેટરી પી.સી.વ્યાસ તેમજ અન્ય જગ્યા ઉપર જીનિયસ પેનલના મહારથી ચૂંટાયા છે. રાજકોટ બાર એસો.ની પ્રતિષ્ઠાભરી ચૂંટણી જંગમાં જીનિયસ પેનલે મેદાન માર્યુ છે. જેના સારથી જાણીતા ધારાશાસ્ત્રી ભાજપ અગ્રણી શ્રી અનિલભાઇ દેશાઇ તેમજ સિનિયર ધારાશાસ્ત્રી મિત્રો શ્રી લલીતસિંહ શાહી, પિયુષભાઇ શાહ, કમલેશભાઇ શાહ, ભગીરથસિંહ ડોડીયા, રક્ષિતભાઇ કલોલા સહિતના ફાળે જાય છે.

બાલ્યકાળથી જ આરએસએસના સંસ્કાર અને ઘડતર પામેલ શ્રી અનિલભાઇ દેશાઇએ વર્ષોથી ભાજપમાં જ રહીને પક્ષની વિચારધારાને આત્મસાત કરી છે. ન્યાય વર્તુળ તેમજ પક્ષમાં સ્પષ્ટ વકતાની પ્રતિભા ધરાવતા અનિલભાઇ દેશાઇ અને સાથી સિનિયર ધારાશાસ્ત્રી મિત્રો શ્રી લલીતસિંહ શાહી, પિયુષભાઇ શાહ, કમલેશભાઇ શાહ, ભગીરથસિંહ ડોડીયા, રક્ષિતભાઇ કલોલા આ વર્ષે રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં જીનિયસ પેનલના જયજયકાર માટે માઇક્રોપ્લાનીંગ, જુનિયર - સીનીયર વકીલોના પ્રશ્નો અને શુધ્ધિકરણ તેમજ પરિવર્તન લાવવા ચોક્કસ રણનીતિ તૈયાર કરી હતી.

જીનિયસ પેનલની સભામાં અને સંપર્કમાં અનિલભાઇ દેશાઇએ સ્પષ્ટપણે જીનિયસ પેનલને જીતાડવાના ઉદાહરણો, તર્ક અને દલિલ સાથે વર્ણાવ્યા હતા જે વકીલોને સ્પર્શી ગયા હતા. રાજકોટ બારમાં પુનરાવર્તન નહિ પરંતુ પરિવર્તનનો શંખનાદ અનિલભાઇ દેશાઇ ટીમએ ફુંકયો છે.

(3:22 pm IST)