Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ચાર મોબાઇલની ચીલઝડપ કરનારા ત્રણ ટાબરીયા આનંદનગર બગીચા પાસેથી ઝડપાયા

ભકિતનગર પોલીસે ત્રણેયને દબોચ્યા : ચાર મોબાઇલ કબ્જે

રાજકોટ તા. ૨૦ : શહેરના અલગ-અલગ વિસ્તારમાં મોબાઇલ ફોનની ચીલઝડપ કરનારા ત્રણ ટાબરીયાને ભકિતનગર પોલીસે આનંદનગરના બગીચા પાસેથી પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ આનંદનગર બગીચામાં ત્રણ સગીર ચોરાઉ મોબાઇલ સાથે બેઠા હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલા અને કોન્સ. વાલજીભાઇ જાડાને બાતમી મળતા આનંદનગર બગીચામાં ત્રણ સગીરને પકડી લઇ તલાશી લેતા ત્રણેય પાસેથી ચાર મોબાઇલ ફોન મળી આવ્યા હતા. ત્રણેયની પૂછપરછ કરતા આ મોબાઇલ પોતાના હોવાનું જણાવતા પોલીસે તેના બીલ રજુ કરવાનું કહેતા ગલ્લા-તલ્લા કરવા લાગ્યા હતા. બાદ પોલીસે ત્રણેય સગીરના વાલીને બોલાવી તેની હાજરીમાં પૂછપરછ કરતા ત્રણેય સગીરે છેલ્લા ૧૦ દિવસમાં અલગ-અલગ વિસ્તારમાં આ ચાર મોબાઇલ ફોનની ચીલઝડપ કરી હોવાની કબુલાત આપતા પોલીસે ચાર મોબાઇલ ફોન કબ્જે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.જે.હુણ, હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ, રણજીતસિંહ, સલીમભાઇ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ, રણજીતસિંહ જાડેજા, ભાવેશભાઇ, વિશાલભાઇ તથા હિતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી.(

(3:27 pm IST)