Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

રાજકોટમાં જાન્યુઆરીમાં ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન

૧૩,૧૫ અને ૧૭ વર્ષથી નાની વયના બાળકો માટે કુલ ૧૩ ઇવેન્ટસઃ ૨૩મી સુધીમાં ફોર્મ ભરી દેવા

રાજકોટઃ ફેધર ડીલાઇટ એકેડેમી, સરગમ કલબ તથા રાજકોટ ડીસ્ટ્રીક બેડમિન્ટન એસોસિએશન દ્વારા   એવીઆર (વિક્રમ) વાલ્વઝ પ્રાઇવેટ લિમિટેડ અને ઓમનીટેક એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડના સહકારથી, ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના નેજા તળે, રાજકોટના આંતરરાષ્ટ્રીય કક્ષાના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ બેડમિન્ટન ટુર્નામેન્ટ તા. ૧ થી ૪ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન યોજાશે. ૧૩, ૧૫ અને ૧૭ વર્ષથી નાની વયના બાળકો, ભાઈ-બહેનો માટે સિંગલ્સ, ડબલ્સ તથા મિકસડ ડબલ્સના કુલ ૧૩ ઇવેન્ટ્સ રાખવામાં આવેલ છે.

 એન્ટ્રી ફોર્મ, નિયમો અને માર્ગદર્શિકા રાજકોટ ડિસ્ટ્રિકટ બેડમિન્ટન એસોસિએશન ના ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે. એન્ટ્રી મોડામાં મોડી તા. ૨૩ ડિસેમ્બર સુધીમાં સ્વીકારી શકાશે. વધારે માહિતી માટે શ્રી ધર્મરાજસિંહ જાડેજા (મો. ૮૪૬૦૯ ૬૭૬૩૯) અને/અથવા શ્રી ગિરિરાજસિંહ ઝાલા (મો. ૯૯૭૮૦ ૦૭૫૩૯) નો સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.

ટુર્નામેન્ટના સફળ આયોજન માટે શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, શ્રી જયેશભાઇ વસા, શ્રી વિક્રમભાઈ જૈન, શ્રી દેવાંગભાઈ માંકડ, શ્રી પુષ્કરભાઇ પટેલ, શ્રી કૌશિકભાઈ સોલંકી, શ્રી જયદીપસિંહ જાડેજા (કોઠારીયા), શ્રી પ્રફુલભાઈ સંઘાણી, શ્રી દર્શન વ્યાસ, શ્રી વિજય ચાવડા, વિગેરે બેડમિન્ટન રમતના અનેક ચાહકો મહેનત કરી રહ્યા છે. તેમ ભુષણ પંડયા માનદમંત્રી રાજકોટ ડિસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસીએશન મો.૯૪૨૮૨ ૦૩૧૧૭ ની યાદીમાં જણાવાયું છે. 

(3:31 pm IST)