Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ઓફલાઇન શિક્ષણ બંધ કરો ચાલુ શાળાએ છાત્રોને કોરોના થાય તો ખર્ચ સરકાર દ્વારા ચુકવેઃ NSUI

NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવી રજુઆત

રાજકોટ તા. ર૦ : હાલની કોરોનાની સ્થિતીે ધ્યાનમાં લઇ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન શિક્ષણ આપવા તેમજ જો ચાલુ શાળા દરમિયાન વિદ્યાર્થીને કોરોના થાય તેનો સારવારનો ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવે તેવી માંગ એન એસ યુ આઇને પાઠવેલમાં આવેદનમાં જણાવ્યું છે.

એનએસયુઆઇ આવેદનમાં જણાવ્યું છે કે કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે સમગ્ર ભારતમાં તેમજ ગુજરાતમાં કથળતી જાય છે. દિવસેને દિવસે કોરોનાના કેસો વધતા જાય છે. ખાસ કરીને માનવામાં આવે છે કે સમગ્ર વિશ્વ અને ભારતમાં ત્રીજી લહેર ચાલુ થઇ ગઇ હોય તેવું પણ માનવામાં આવે છે. આ ત્રીજી લહેરમાં ખાસ કરીને નાના બાળકોને અસર ગંભીર જોવા મળે તેવું મેડીકલ નિષ્ણંતોનું માનવું છે અને ૧ થી ૧પ વર્ષના બાળકો માટે વેકેસીનશનનો એકપણ ડોઝ આપવામાં આવેલ નથી જે ખુબ જ ગંભીર બાબત છે. તાજેતરમાં રાજકોટમાં તા.૧૮ ના રોજ ચાર શાળાઓના વિદ્યાર્થીઓને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે જે ખુબજ ગંભીર બાબત છે. અને આના હિસાબે સમગ્ર વાલી જગત અને શિક્ષણમાં જગતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. હજુ પણ શાળાઓમાં વિદ્યાર્થીઓ વધુ સંક્રમિત થાય તેવુંજણાય આવે છે. કેમ કે રાજકોટની એકપણ સ્કુલ કોરોનાની એસઓપીનું પાલન કરતી નથી જે ખુબજ ચિંતાજનક બાબત છે. આથી રાજકોટ શહેર એનએસયુઆઇની માંગણી છે કે ધોરણ ૧ થી ૯ નું ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે અને ચાલુ શિક્ષણ દરમિયાન જે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે તેઓને સારવારનો ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવે તેવી માંગણી છે.

કાર્યક્રમમાં શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભવિષ્ય પટેલ, અમન ગોહેલ, અંકિત સોંદરવા, ધવલ રાઠોડ, શિવ જાડેા, દેવેન્દ્રસિંહ જાડેજા, કર્મદિપસિંહ જાડેજા, રોહિત રાઠોડ, રાજ વરણ, અમન ગોહિલ, મિલન વિસપરા, બ્રિજરાજસિંહ જાડેજા, ભાર્ગવ આહિર, જયદિપ ડાંગર, બ્રિજરાજસિંહ જાડેજા, ક્રિસ પટેલ, રિતુલ આંકોલા, આર્યન કનેરીયા, રાજવીરસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, કેવલ પાંભર, કવિશ રૂપારેલીયા, વત્સલ રાજગોર, રવિરાજસિંહ ઝાલા, જયરાજસિંહ રાણા, આર્યનસિંહ જાડેજા, પિયુષ પટેલ, મીત માંડવીયા, દિવ્યરાજસિંહ વાળા, ઓમ કક્કડ, ભગીરથસિંહ જાડેજા આ કાર્યક્રમને સફળ બનાવવા જોડાયેલ.(

(3:32 pm IST)