Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

સરસ્વતી શીશુ મંદિર સ્કુલના ધો. રનો વિદ્યાર્થી કોરોના પોઝીટીવઃ એક મહિનાથી ઘરે જ હતો તેની શાળામાં કોઇ અસર નહી

રાજકોટ : શહેરમાં હવે સ્કુલનાં વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. દરમિયાન વધુ એક સ્કુલનાં વિદ્યાર્થીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છેઃ સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ એરપોર્ટ રોડ પર આવેલી સરસ્વતી શિશુ મંદિર સ્કુલનાં ધો. ર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જો કે આ વિદ્યાર્થી છેલ્લા એક મહીનાથી ઘરે બેસીને જ ઓન લાઇન અભ્યાસ કરે છે. શાળાએ આવતો ન હોઇ શાળામાં કોઇ અસર નથી

(3:52 pm IST)