Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ડેંગ્યુનાં ૪ સહીત ૭ કેસ : મેલેરીયા ટીમનું સતત ચેકીંગ : ત્રણ હજારનો દંડ

મચ્છરો કાબુમાં પરંતુ કુતરાનો ત્રાસ અસહયઃ ડોગ બાઇટના ર૯૩ કેસ : શહેરમાં છેલ્લા સપ્તાહમાં શરદી-તાવ-ઉધરસના ૪૦૦ થી વધુ કેસ નોંધાયાઃ રોગચાળાના આંકડા જાહેર કરતુ તંત્ર

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો  અટકાવવા મેલેરીયા વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફોગીંગ, પોરાનાશક સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તે વખતની તસ્વીર.

રાજકોટ,  તા., ૨૯ : શહેરમાં છેલ્લા ૭ દિવસમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનીયાનાં ૭ કેસ નોંધાયા છે.  જયારે શરદી-ઉધરસ, ઝાડા-ઉલટીના ૨૫૦થી વધુ  તેમજ ડોગ બાઇટના ૨૯૨ કેસ નોંધાયા.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા. ૧૩ થી તા. ૧૯ ડિસેમ્બર સુધીમાં વિવિધ રોગચાળાના નોંધાયેલ કેસની વિગત આ મુજબ છે.

મચ્છરજન્ય રોગચાળાના ૭ કેસ

ડેન્ગ્યુના ૪ તથા મેલેરિયાના ૧ તથા ચિકનગુનિયાના ૨ કુલ ૭ કેસ નોંધાતા સીઝનના ડેન્ગ્યુના ૪૨૮, મેલેરિયાના ૫૬ તથા ચિકનગુનિયાના ૩૯ કેસ નોંધાયા છે.

૨૭૩ ડોગબાઇટના કેસ

છેલ્લા અઠવાડીયામાં મ.ન.પા.નાં આરોગ્ય કેન્દ્રોમાં કુતરા કરડવાના ૨૯૨ કેસ નોંધાયા છે. જે અસામાન્ય કહી શકાય તેમ હોય આ બાબત ચિતાજનક બની છે.

શરદી-તાવનાં ૨૫૦થી વધુ કેસ

દરમિયાન અન્ય રોગચાળો પણ યથાવત હોવાનું નોંધાયુ છે કેમ કે તા. ૧૩ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન શરદી-ઉધરસના કેસ ૨૦૬ તેમજ સામાન્ય તાવના  ૧૫૬ અને ઝાડા ઉલ્ટીના કેસ ૪૮  સહિત કુલ  ૪૧૧ જેટલા દર્દીઓ નોંધાયા હતા.

મચ્છરો માટે ૩ હજારનો દંડ

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.  પોરાનાશક કામગીરી હેઠળ ૧૬,૦૬૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૨,૬૬૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૦૫૭ લોકોને નોટીસ આપી રૂ. ૩,૬૫૦ નો વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. 

(3:55 pm IST)