Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

વોર્ડ નં.૧૭માં કોર્પોરેટર કિર્તિબા રાણા દ્વારા ઇ-શ્રમીક કાર્ડ કેમ્પ યોજાયોઃ ૩૦૦ થી વધુ લોકોએ લાભ લીધો

 સરકાર દ્વારા દેશના શ્રમીકોને વધુને વધુ યોજનાઓનો લાભ મળે તે દિશામાં કાર્ય, હાથ ધરાયુ છે ત્યારે ઇ-શ્રમીક કાર્ડ આપી કારીગર, મજુર વર્ગ અને શ્રમીકોને રૂ. ર લાખનો અકસ્માત વીમો અને સહાય મળે તે અંતર્ગત ૧ લાખથી વધુ શ્રમીકોને ઇ-શ્રમીકકાર્ડ આપવાનું આયોજન સરકાર દ્વારા હાથ ધરાયુ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકાના વોર્ડ નં. ૧૭ ના ભાજપના જાગૃત કોર્પોરેટર અને શ્રી કલ્યાણ મહીલા ટ્રસ્ટના પ્રમુખ કિર્તિબા રાણા દ્વારા ઇ-શ્રમીક કાર્ડનો કેમ્પ યોજાયો હતો આ કેમ્પનો પ્રારંભ રાજકોટ મહાનગરપાલીકાના શાસક પક્ષ નેતા વિનુભાઇ ધવાએ કરાવયો હતો આ તકે વોર્ડના કોર્પોરેટર રવજીભાઇ મકવાણા, અનીતાબેન ગોસ્વામી, ભાજપ અગ્રણી યોગેશભાઇ ભટ્ટ, ગૌતમ, ઇન્દ્રજીતસિંહ જાડેજા, વીઠ્ઠલભાઇ અભંગી, ચીંતનભાઇ ભાલારા સહીતના ઉપસ્થિત રહ્યા હતા અને આ ઈ-શ્રમીક કાર્ડ કેમ્પનો ૩૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો.

(3:58 pm IST)