Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મવડી પ્લોટ વેપારી એસો. દ્વારા વેકસીન અંગે જનજાગૃતિ સ્ટીકર પત્રીકાનું વિતરણ

કોરોનાની ત્રીજી લહેર સામે સુરક્ષિત રહેવાના ભાગરૂપે મવડી પ્લોટ વેપારી એસોસીએશન દ્વારા દરેક દુકાનો પર કોરોના સામે રક્ષણ આપતી વેકસીન લેવા અપીલ કરતા સ્ટીકરો લગાવાયા હતા. માસ્ક પહેરવા અને જરૂરી કામ વગર ઘર બહાર ન નીકળવા તથા સારા માઠા પ્રસંગો ઘરે જ આટોપવા સહીતના જાગૃતિના વાકયો આ સ્ટીકરમાં લખવામાં આવ્યા છે. કોરોનાના સમયમાં કાળાબજાર પર અંકુશ લાવવા દરેક વેપારીને સંકલ્પ લેવડાવાયા હતા તેમજ આ અંગે પત્રીકાનું વિતરણ કરાયુ હતુ. આ સ્ટીકર પત્રીકાનું વિતરણ જાણીતા ધાશાશાસ્ત્રી અંશભાઇ ભારદ્વાજના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે યુવા આગેવાન કિશનભાઇ પટેલ, જયભાઇ સાગઠીયા, કોર્પોરેટરો વિનોદભાઇ ટી. સોરઠીયા, શ્રીમતી લીલુબેન સી. જાદવ, શ્રીમતી ભારતીબેન એફ. પાડલીયા, ભાજપ આગેવાનો રાજુભાઇ બોરીચા, સંજયભાઇ પીપળીયા, સંજયભાઇ બોરીચા, ગુજરાત પ્રદેશ ભાજપ કિશાન મોરચાના મંત્રી વિજયભાઇ કોરાટ, શહેર ભાજપ કિશાન મોરચાના પ્રમુખ ભરતભાઇ શીંગાળા, પૂર્વ કોર્પોરેટર નરશીભાઇ કાકડીયા, પ્રિતેશભાઇ ભૂવા, ચેતનભાઇ હિરપરા, શીવાભાઇ ગમઢા વગેરે આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. અહીં ઉલ્લેખનીય છે કે ગત બીજી લહેર દરમિયાન મવડી પ્લોટના વેપારીઓએ શનિ-રવિ સ્વેચ્છિક  લોકડાઉનની પહેલ કરી હતી. આ સ્ટીકર પત્રીકા વિતરણના કાર્યક્રમને સફળ બનાવવા મવડી પ્લોટ વેપારી મંડળના પ્રમુખ વૈભવભાઇ બોરીચા, જયસુખભાઇ ચાંગાણી, મહેશભાઇ સાવલીયા, જમનભાઇ મીસ્ત્રી, મહાવીરસિંહ ગોહિલ, વિજયભાઇ સોરઠીયા, મુકેશભાઇ નારીયા, મેહુલભાઇ પટેલ, ધર્મેશભાઇ સખીયા, રાજ ધામેલીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:23 pm IST)