Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

રાજકોટ જિલ્લા ભાજપમાં એક પછી એક વિવાદો સળગે છે

પડધરી ભાજપમાં ભડકોઃ તાલુકા પ્રમુખનું રાજીનામુ

હઠીસિંહ કહે છે પાર્ટીને વફાદાર રહયો છુ અને રહીશ, મોહનભાઇના કહેવાથી રાજીનામુ

રાજકોટ તા. ૧૧ :.. જિલ્લા ભાજપમાં  એક પછી એક વિવાદો થતા રહે છે. કોટડા સાંગાણી સંગઠનની નિમણુકનો મામલો ટાઢો પડયો ત્યાં પડધરી તાલુકા ભાજપમાં વિવાદ વકર્યો છે. તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજાએ પ્રમુખપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અન્ય હોદેદારો પણ રાજીનામા આપે તેવી શકયતા છે. તાલુકા સંગઠનની નવેસરથી રચનાનો માર્ગ ખૂલ્લો થઇ રહ્યો છે. તાલુકા પંચાયતની ચૂંટણી વખતની અમૂક લોકોની ભૂમિકા અંગે પ્રદેશ સુધી ફરીયાદો પહોંચી છે. જૂથવાદ ચરમસીમાએ છે.

હઠીસિંહ જાડેજાએ આજે સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે દાયકાઓથી ભાજપને વફાદાર રહી નિષ્ઠાથી કામ કર્યુ છે. પાર્ટીને કાયમ વફાદાર રહીશ. આ વખતે તાલુકા પંચાયત ભાજપની બની છે. જિલ્લા પંચાયતની એક બેઠક મળી છે. બીજી બેઠક ઉમેદવાર પસંદગીમાં ભૂલને લીધે ગઇ છે. મોહનભાઇ કુંડારીયાના કહેવાથી હું આજે જ જિલ્લા પ્રમુખને રાજીનામું આપી રહયો છું. મોહનભાઇએ રાજીનામું શા માટે માંગ્યુ તે મને ખબર નથી.

(11:48 am IST)
  • 11મીથી પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલશે : કોરોના ગાઈડલાઈન સાથે ભક્તો કરી શકશે માતાજીના પ્રત્યક્ષ દર્શન : કોરોના મહામારીને લઈ ચૈત્રી નવરાત્રીથી ભક્તો માટે મંદિર બંધ હતું : હવે સવારે 6 થી સાંજે 7.30 કલાક સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે access_time 6:46 pm IST

  • પુરીમાં જગન્નાથ પુરીની રથયાત્રા આ વર્ષે પણ નહિં યોજાય : ઓડીશા સરકારનો નિર્ણય કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે આયોજન થશે : રથાયાત્રાને ભક્તો વગર ફક્ત સેવકોની સાથે જ કાઢવામાં આવશે. તેની સાથે જ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ અને વેક્સિન લગાવી ચુકેલા સેવક જ યાત્રામાં સામેલ થઈ શકશે : આવતા મહિને ૧૨ જુલાઈઍ પુરીમાં રથ યાત્રા યોજવામાં આવશે : દૂરદર્શન પર લાઈવ પ્રસારણ થશે, જેથી લોકો ઘરમાં જ દર્શન કરી શકે access_time 5:48 pm IST

  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST