Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

રાજકોટ જિલ્લામાં સ્‍કીલ ડેવલપમેન્‍ટ અંગે ભારત સરકાર સમક્ષ ખાસ પ્રોજેકટ રજૂ કરતા કલેકટર

રાજ્‍યમાં રાજકોટ ઉપરાંત સુરેન્‍દ્રનગર - પાટણ કલેકટર દ્વારા અન્‍ય પ્રોજેકટ અંગે પ્રેઝન્‍ટેશન કરાયું

રાજકોટ તા. ૨૧ : ભારત સરકારે રાજ્‍યના ત્રણ જિલ્લા પસંદ કરી વિવિધ પ્રોજેકટ અંગે પ્રેઝન્‍ટેશન મંગાવતા અને આ ત્રણ જિલ્લામાં રાજકોટની પણ પસંદગી થઇ હોય આજે આ બાબતે કલેકટરે ભારત સરકારના પ્રોજેકટ મંત્રી - અધિકારીઓ સમક્ષ ઓનલાઇન મહત્‍વનું પ્રેઝન્‍ટેશન રજૂ કર્યું હતું.
રાજ્‍યમાં રાજકોટ ઉપરાંત સુરેન્‍દ્રનગર અને પાટણ આ બંને જિલ્લાની પણ પસંદગી થઇ છે, આ જિલ્લાના કલેકટરોએ પણ પ્રેઝન્‍ટેશન આપ્‍યું હતું.
રાજકોટ કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ રાજકોટ જિલ્લામાં સ્‍કીલ ડેવલપમેન્‍ટ અંગે અગાઉ મોકલેલ સંશોધન પેપરની રાષ્‍ટ્રીયકક્ષાએ પસંદગી થતાં આજે તે બાબતે પ્રેઝન્‍ટેશન આપી મુખ્‍ય ૪ વિષય આવરી લીધા હતા, જેમાં વિદ્યાર્થીઓની કારકિર્દીનું ડેવલપમેન્‍ટ, ઉદ્યોગ સાહસિકો, વિવિધ નવા ઉદ્યોગો તથા ડીજીટલ માર્કેટીંગ ઉપર કલેકટર દ્વારા ઉંડો પ્રકાશ પડાયો હતો.

 

(3:34 pm IST)