Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ચંદન જેવી ફેલાવે સુવાસ, ચૈત્ર માસ

ચૈત્ર ચટ નહી ચૈત્રનો વટ

ભારતીય કાલગણના અનુસાર કાલવિભાજનના મુખ્‍ય પાંચ અંગ છે. વર્ષ માસ, દિવસ, લગ્ન અને મુહૂર્ત. દિવસ અને રાતના મળી કુલ ત્રીસ મુહૂર્તો હોય છે. એક મુહૂર્તનો અવધિ ૪૮ મિનિટની હોય છે. પ્રત્‍યેક મુર્હૂતના વિવિધ નક્ષત્રો હોય છે. અને એ પ્રમાણે એની કાર્ય સિધ્‍ધિ હોય છે શુભ યોગ સમય, તિથિ, વાર, નક્ષત્ર વિ.બને છે. આવા ઇષ્‍ટ, અનિષ્‍ટ ઘણા યોગો બને છે. આ ત્રિસ મુહૂર્ત ઉપરાંત એક વિશિષ્‍ટ મુહૂર્ત છે જેને વિજય યાને અભિજીત મુહૂર્ત કહેવાય છે. જે બપોરના ૧૧.૩૪થી ૧૨.૩૪ સુધીનો હોય છે. લોક પંચાગ મુજબ ચાર વણપુછયા મુહૂર્ત કહેવાય છે. હોળીનો પડવો, અષાઢી બીજ વર્ણ પૂછયુ મુહૂર્ત તેરશને બીજ

ધુળેટી, અષાઢી બીજ, ધનતેરશ અને અખાત્રીજ એજ રીતે ચૈત્રી બીજ, વિજયાદશમી, અને વસંતપંચમીને પણ વિશિષ્‍ટ દિન ગણવામાં આવે છે. એટલેજ ચૈત્ર માસનો મોઘેરો મહિમા છે.

ચૈત્ર સુદ એકમે શાલિવાહન શકનો પ્રારંભ થાય છે.(૧૯૪૪) જેથી ઘણા પ્રદેશોમાં એને નુતનવર્ષ તરીકે મનાવવામાં આવે છે. કહેવાય છે કે શાલીવાન પ્રજાપતિ એટલેકે કુંભાર પુત્ર હતા તેઓ માટીના પુતળાના સૈનિક બનાવી, તેને મંત્ર દ્વારા  અભિમંત્રીક કરી, સજીવન કરતા અને દુશ્‍મનો સામે લડાવતા વાસ્‍તવમાં આ સંધીકાળમાં શરદી અને કફના ભરાવાને લઇ શરીર અચેતન યાને જડ જેવું થઇ જાય છે. એમાં નુતન સંચાર કરવા, પ્રાણ પુરવા મંત્ર યાને શકિતની સાચી અને તાતી જરુર પડે છે અને એટલેજ શકિત આરાધનાના શ્રેષ્‍ઠ સમય તરીકે આ દિવસોમાં દુર્ગતિનાશિની, સુખ કરણી, દુઃખહરણી મૈયા દુર્ગાના નવલા નવ નોરતા આવે છે. અને એટલેજ આ દિવસોમાં કફના વ્‍યાધિને તોડવા, અકસિર ઔષધ એવા લીમડાના પાનનું સેવન કરવાનો આદેશ આપણા આર્ષદૃષ્‍ટાઓએ આપ્‍યો છે. મનુષ્‍યના સ્‍વસ્‍થ સ્‍વાસ્‍થ્‍યની કેટલી ખેવના અને ઉમદા ભાવના આપણા આર્ષદૃષ્‍ટાઓની!.૦

આ દિવસે વાલીના ત્રાસમાંથી ભગવાન શ્રીરામે પ્રજાને મુકત કરી હતી. તેની ખુશાલીમાં પ્રજાએ ઠેર ઠેર ગુડી(વિજય પતાક) ફરકાવી એની ખુશાલી વ્‍યકત કરી હતી. અમુક જગ્‍યાએ રાવણ પરના વિજય પર્વ તરીકે પણ આને ઓળખાવાય છે.

ગુડીપડવો એટલે, આસુરી શકિત પર દેવી શકિતનો વિજય. રોગ, ભોગ પર યોગનો વિજય, નફરત પર પ્રેમનો વિજયપ્રસાદ, કડવાશ પર મિઠાશનો વરસાદ અને એટલેજ આ દિવસે મહારાષ્‍ટ્રીયન લોકો એક બીજાને તલ ગોળ મિઠાઇ ખવડાવી આ તહેવારને વહાલપથી વધાવે છે.

ગુડીનો મહારાષ્‍ટ્રીયન યાને મરાઠી ભાષામાં લાકડી થાય આ દિવસે તેઓ લાકડી ઉપર તેલ લગાડી, હળદર, કંકુ વડે સુશોભિત કરી તેના ઉપર નાની લોટી મુકી પ્રેમથી પુજા કરે છે અને ઘરમાં છાણનું લીંપણ કરી પાંચ પાંડવોનો આકૃતિ કંડારી પુજન કરે છે.

આ દિવસે બ્રહ્માજીએ સૃષ્‍ટિની રચના કરી હતી એવું કહેવાય છે તો ભગવાન વિષ્‍ણુએ પણ આજના પુનિત દિને મત્‍સ્‍ય અવતાર ધારણ કરેલ તો સિંધિ અને લોહાણાના આરાધ્‍ય દેવ લાલસાઇ ઝુલેલાલનું પણ આજ માસમાં ચૈત્રી બીજાના દિવસે અસુરોને હણવા અવની પર અવતરણ થયુ હતુ તો શંકટમોચન, અસુર નિકંદન અંજની પુત્રનું અવની પર અવતરણ આજ માસમાં થયુ. તો અહિંસાના આરાધક અને જૈનોના અંતરના આરાધ્‍ય ભગવાન મહાવીર પણ આજ મંગલમય માસે અવની પર અવતરણ કર્યુ તો માધવપુરનો માંડવો અને યાદવ કુળની જાન યાને ભગવાનશ્રી કૃષ્‍ણના શુભલગ્ન રૂક્ષ્મણીજી સાથે આજ માસમાં નિર્ધાર્યા હતા તો રઘુકુળ ભુષણ, રાજીવ લોચન મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામનો જન્‍મ પણ આજ માસમાં પુર્ણમયી નવમી યાને રામનવમીના પરમ પાવક, પ્રચંડ પ્રભાવક દિને થયો હતો. આમ આ મહેકતા ચંદન જેવો શિતળ, શાતા અર્ધતો મધુરો માસ છે.(૪૦.૨)

ઘનશ્‍યામ ઠકકર રાજકોટ (ગાયત્રી ઉપાસક) મો.૯૮૭૯૧ ૨૫૭૨૫

 

(4:55 pm IST)