Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ગુરુવારે ‘શહીદ દિન' નિમિતે અમદાવાદ-મેઘાણીનગર સ્‍થિત મેઘાણી-પ્રતિમા ખાતે ‘શહીદ વંદના' થશે

વીરા! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ : નવી પેઢી આપણી આઝાદીની લડતમાં નામી-અનામી શહીદ-વીરોએ ઓલ આહુતિથી પરિચિત- પ્રેરિત થાય તેમજ રાષ્‍ટ્ર-ભાવનાનું સંસ્‍કાર-સિંચન થાય તે આશયથી પિનાકી મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન તથા સમસ્‍ત વાલ્‍મીકી સમાજ દ્વારા સતત ૧૦મા વર્ષે પ્રેરક આયોજન

૨૦૧૫: અમદાવાદ-સાબરમતી : ૨૦૨૨ વાલ્‍મીકી સમાજના ઢોલી વીર કાનિયા ઝાંપટાની ‘શૌર્યભૂમિ' સુદામડા (તા.સાયલા, જિ. સુરેન્‍દ્રનગર)

રાજકોટ,તા. ૨૧ : શહીદ દિન ラ ૨૩ માર્ચ ૨૦૨૩ ને ગુરુવારે ラ સવારે ૦૯.૩૦ કલાકે ラ અમદાવાદ-મેઘાણીનગર સ્‍થિત મેઘાણી-પ્રતિમા ખાતે શહીદ વંદના (સ્‍મરણાંજલિ) યોજાશે. નવી પેઢી આપણી આઝાદીની લડતમાં નામી-અનામી શહીદ-વીરોએ આપેલ આહુતિથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવનાનું સંસ્‍કાર-સિંચન થાય તે આશયથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન તથા સમસ્‍ત વાલ્‍મીકિ સમાજ દ્વારા સતત ૧૦માં વર્ષે આ પ્રેરક આયોજન થયું છે.

આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ તેની વેદનામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ હ્રદયસ્‍પર્શી કાવ્‍ય ફૂલમાળ રચેલું. વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ.

ફાંસીને દિવસે શહીદ ભગતસિંહએ જેલની કોટડીની સફાઈ કરતા વાલ્‍મીકિ સમાજના વયોવૃધ્‍ધ સફાઈ કામદારભાઈના હાથની બનેલી રોટી ખાવાની અંતિમ ઈચ્‍છા વ્‍યક્‍ત કરેલી. વાલ્‍મીકિ સમાજની આ રોટીનું ઋણ અને મૂલ્‍ય ક્‍યારેય વીસરાશે નહિ.

અમદાવાદ-અસરવાના સંસ્‍કૃતિ-સાહિત્‍ય-પ્રેમી ધારાસભ્‍ય દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર તથા લોકગાયક, લોકસાહિત્‍ય અભ્‍યાસુ, શિક્ષણવિદ્‌ અભેસિંહ રાઠોડની વિશેષ ઉપસ્‍થિતિ રહેશે.

સહુ રાષ્ટ્ર-પ્રેમીઓને આ પ્રેરક કાર્યક્ર્‌મમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯), કે. સી. વાઘેલા (મો. ૯૪૦૮૧ ૪૪૦૮૧) અને ᅠગંગારામ વાઘેલા (મો. ૯૯૨૫૪ ૩૫૧૪૭)નું જાહેર નિમંત્રણ છે. (૨૨.૧૫)

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(12:08 pm IST)