Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ત્રિવેણી સંગમ ટ્રસ્‍ટ દ્વારા સમુહલગ્ન : ૧૧ દિકરીઓને સાસરે વળાવી

રાજકોટ : ત્રિવેણી સંગમ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા તાજેતરમાં નવમો સર્વજ્ઞાતિય સમુહલગ્ન સમારોહ યોજવામાં આવેલ. જેમાં ૧૧ દિકરીઓને પ્રભુતામાં પગલા પાડયા હતા. સંસ્‍થા તરફથી ૧૩૯ જેટલી વસ્‍તુઓ કરીયાવરમાં અપાઇ હતી. સમગ્ર આયોજનને સફળ બનવવા રાજુભાઇ ટાંક, સુરેશભાઇ મકવાણા, ધીરૂભાઇ વેગડ, વર્ષાબેન રૈયાણી, રજનીભાઇ સાંગાણી, સી. જી. રામાણી, જયદીપ સીદપરા વગેરેએ જહેમત ઉઠાવી હતી. પરોક્ષ હાજરીરૂપે શુભચિંતક પ્રમુખ નયનભાઇ મકવાણા સહાયક અને સ્‍વયંસેવક ભાઇઓને ખોડલધામ મહિલા સમિતિના બહેનોએ શુભેચ્‍છા પાઠવી હતી. સમગ્ર સંચાલન હાર્દીક સોરઠીયા અને અરૂણા પટેલે કર્યુ હતુ. દીવાળીબેન અને પ્રભાબેને દેશી લગ્નગીતોની રમઝટ બોલાવી માંડવાઓને દીપાવી દીધા હતા.

(4:05 pm IST)