Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

સાહિત્‍ય સેતુ દ્વારા અમૃત ગાંગરનું સન્‍માન

રાજકોટ તા. ર૦: ભારતીય સિનેમા જગતના જાણીતા વિદ્વાન, ઇતિહાસકાર, આલોચકા કયુરેટર, લેખક એવા મુંબઇ નિવાસી અમૃત ગાંગર રાજકોટની ટુંકી મુલાકાતે પધારતા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ-ઢોલરા પ્રેરિત સાહિત સેતુ દ્વાર તેઓનું સન્‍માન કરાયું હતું.  શહેરના સાહિત્‍ય પ્રેમી વિનુભાઇ ઝગડાના હસ્‍તે ખેસ પહેરાવી, પુષ્‍પગુચ્‍છ, શ્રીફળ, સાકરનો પડો, પુસ્‍તક આપી તેમજ શાલ ઓઢાડીને લાગણીસભર સન્‍માન કરવામાં આવેલ. આ મુલાકાત વેળાએ સાહિત્‍ય સેતુના અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, પ્રકાશ હાથી, હસુભાઇ શાહ, પરિમલભાઇ જોષી, જયેન્‍દ્રભાઇ મહેતા, નૈષધભાઇ વોરા, વિપુલભાઇ ભટ્ટ ઉપસ્‍થિત રહેલ.

(4:11 pm IST)