Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

વાલ્‍મીકી સફાઇ કામદારોની ભરતી કરવા રજુઆત

રાજકોટ : મહાનગરપાલીકામાં છેલ્લા ૨૬ વર્ષમાં એકપણ વખત શહેર વાલ્‍મીકી સમાજ સફાઇ કામદારોની ભરતી થયેલ ન હોવાની રજુઆત સાથે રાજકોટ કામદાર યુનિયન દ્વારા મ્‍યુ. કમિશ્‍નર અને મેયરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આ પહેલા પણ અનેક વખત રજુઆતો કરાઇ છે. દરેક વખતે કોણીએ ગોળ લગાડવા જેવા જવાબો આપી વળાવી દેવાય છે. જો આ વખતે યોગ્‍ય કાર્યવાહી હાથ નહીં ધરાય તો ગાંધીચિંધ્‍યા માર્ગે આંદોલન કરાશે. તેવી ચીમકી આવેદનપત્રમાં અપાઇ હતી. કામદાર યુનિયનના પ્રમુખ પારસભાઇ બેડીયા (મો.૯૪૦૮૧ ૮૭૦૧૮) ની આગેવાની હેઠળ બહોળી સંખ્‍યામાં વાલ્‍મીકી સફાઇ કામદારો આ રજુઆતમાં સાથે જોડાયા હતા.

(4:19 pm IST)