Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મીલેટ ફુડ કોન્‍ટેસ્‍ટઃ વિજેતાઓને ઇનામ અર્પણ

રાજકોટ : પ્રધાનમંત્રી મોદીજીના પ્રયાસથી સમગ્ર વિશ્વ મીલેટ વર્ષ ઉજવી રહ્યું છે ત્‍યારે ફર્સ્‍ટ બ્રેકિંગ ડીજીટલ ન્‍યુઝ દ્વારા મોદીજીને સપોર્ટ કરવા મીલેટ ફુડ કોન્‍ટેસ્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ૧૦૦ થી વધુ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને જુદા જુદા મીલેટમાંથી સ્‍વાદિષ્‍ટ અને સ્‍વાસ્‍થ્‍યવર્ધક વાનગી બનાવી હતી. જજ તરીકે રીટાબેન તન્ના, હેતલબેન માંડવીયા, રાજકુમારીબેન વાળા, ક્રિપાબેન ચોટાઇએ સેવા આપી હતી. કુકિંગના ફિલ્‍ડમાં જે સફળ  થયા હોય તે મહિલાઓને પણ એવોર્ડ આપી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતાં. વિજેતા બહેનોને અનેક ઇનામો આપીને પ્રોત્‍સાહીત કરવામાં આવ્‍યા હતાં. કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાનોમાં ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, ભાજપ અગ્રણી કાશ્‍મીરાબેન નથવાણી, કિરણબેન માકડીયા, કોર્પોરેટર ડો. દર્શનાબેન  પંડયા, ગ્‍લોબલ આઇવીએફ સેન્‍ટરના ડો. ફાલ્‍ગુનીબેન સુરેજાએ ખાસ હાજરી આપી હતી. ગ્‍લોબલ આઇવીએફના ડો. ફાલ્‍ગુનીબેન સુરેજાએ મીલેટ વિષે ખુબ જ વિસ્‍તૃત જાણકારી આપી હતી.

(4:44 pm IST)