Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

આવો ટ્રાફિક જામ હટે અને આવો હળવો ટ્રાફિક રહે તો જ કોરોના ભાગશે

રાજકોટ : આજે બપોરે અત્રેના ઇન્દિરા સર્કલ પાસે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને સોશ્યલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા હતા. જ્યારે બીજી તસ્વીર ૧૫૦ ફુટ રીંગ રોડ અને કોટેચા ચોકની છે જ્યાં હળવો ટ્રાફિક જોવા મળ્યો હતો. ટ્રાફિક જામ દૂર થાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તો જ કોરોના ભાગશે. તંત્રએ એવી વ્યવસ્થા કરવી જોઇએ કે એકપણ ચોક પર ટ્રાફિક જામ અને અવ્યવસ્થા ન સર્જાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:23 pm IST)
  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST

  • કોરોનાના વધતા કહેરને લઈ યુજીસી નેટની (UGC Net May Exam 2021) પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને જાણકારી આપી છે. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું, અત્યારના કોરોનાકાળ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષા અધિકારીઓની સુરક્ષા તથા કલ્યાણને ધ્યાનમાં રાખી મેં ડગ NTA ને યુજીસી નેટ ડિસેમ્બર સાયકલની પરીક્ષા સ્થગિત કરવાની સલાહ આપી છે. પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરાશે. access_time 9:43 pm IST

  • રાફેલ ફાઇટર જેટનો 5મો જથ્થો નવા 4 ફાઇટર જેટ સાથે આજે સાંજે ફ્રાન્સથી ભારત આવી પહોંચ્યો : આ સાથે હવે ભારતીય વાયુ સેના પાસે 18 રાફેલ ફાઇટર જેટની તાકાત થઈ access_time 11:35 pm IST