Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

પોતાના વિશે વાતો કરતાં મહિલા અને પુરૂષનો ફોનથી વિડીયો ઉતારી લેતાં નેહાબેન પર હુમલો

ગાંધીગ્રામની હરસિધ્ધીધામ સોસાયટીમાં બનાવ : બાજુમાં મકાન ખરીદનાર શિતલબેન અને પડોશી અશોકભાઇએ માર માર્યાનું કથન

રાજકોટ તા. ૨૧: ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ હરસિધ્ધીધામ સોસાયટી-૨માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં નેહાબેન નરેન્દ્રભાઇ જૈન (ઉ.વ.૩૯)ને તેની બાજુની જ દિવાલે આવેલુ મકાન ખરીદનાર શિતલબેન અને અન્ય પડોશી અશોકભાઇએ મળી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

નેહાબેનના કહેવા મુજબ હું અને મારા પતિ બંને પ્રાઇવેટ નોકરી કરીએ છીએ. અમારી બાજુનુંએક જ દિવાલે આવેલુ મકાન શિતલબેને ખરીદ કર્યુ છે અને હાલમાં ત્યાં રિનોવેશનનું કામ ચાલુ કર્યુ છે. તેના કડીયાએ સાંજે મારી સાથે માથાકુટ કરી હોઇ મેં પોલીસમાં અરજી કરી હતી.

એ પછી શિતલબેન અને પડોશી અશોકભાઇ તેના ફળીયામાં ઉભા ઉભા મારી વાતો કરતાં હતાં. શિતલબેને એવું કહેતાં હતાં કે હું રહેવા આવી જાવ પછી આનો ગોઠણ ભાંગી નાંખવો છે...એ બંનેની વાતનું મેં છુપી રીતે મારા મોબાઇલ ફોનમાં રેકોર્ડિંગ કરી લેતાં તેને ખબર પડી જતાં માથાકુટ કરી મને માર માર્યો હતો. મારો મોબાઇલ ફોન પણ હાથમાંથી ઝૂંટવી રોડ પર ફેંકી દીધો હતો. નેહાબેનના આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:42 pm IST)