Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

હું પાર્ટીનો સભ્ય હતો, હાલ છું અને રહીશઃ હું ટૂંક સમયમાં ભાવિ રણનીતિ જાહેર કરીશઃ વજુભાઈ વાળા

હાલ આંખની સારવાર લીધા પછી આરામ કરી રહેલા વજુભાઈ વાળા ટૂંક સમયમાં ધૂમધડાકાભેર રીતે સક્રિય થશે :સંગઠનમાં મોટી સક્રિય ભૂમિકા ભજવવાની તૈયારી દર્શાવીઃ શું વજુભાઈ ભાજપને ૨૦૨૨માં ફરી સત્તા અપાવવા પોતાની કુનેહનો ઉપયોગ કરશે ?

રાજકોટ, તા. ૨૧ :. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ જણાવ્યુ છે કે હું પાર્ટીનો સભ્ય હતો, હાલ છું અને રહીશ જ. તેમણે રાજકોટ આવ્યા બાદ રાજકોટના જાણીતા અખબાર દિવ્ય ભાસ્કરને એક મુલાકાત આપી પોતાની ભાવિ રણનીતિ શું છે ? એ બાબતની રૂપરેખા આપી હતી. તેમણે સંગઠનમાં મોટી સક્રિય ભૂમિકા ભજવવાની પણ તૈયારી દર્શાવી હતી. હાલ આંખના ઓપરેશન બાદ વજુભાઈ આરામ કરી રહ્યા છે અને તે પછી તેઓ ધૂમધડાકાભેર રાજકારણમાં સક્રિય થાય તેવી પુરેેપુરી શકયતા છે.

તેમણે દિવ્ય ભાસ્કરને આપેલી મુલાકાતે મુજબ છે.

ઈ કરીને વજુભાઈ વાળા કર્ણાટકના રાજયપાલ તરીકે ૭ વર્ષ સુધી ફરજ બજાવી રાજકોટ આવી ગયા છે. અત્યારે તો આંખે મોતિયાનું ઓપરેશન કરાવીને વજુભાઈ આરામ કરી રહ્યા છે, પરંતુ ટૂંક સમયમાં જ વજુભાઈ રાજકારણમાં સક્રિય થશે એવી રાજકીય વર્તુળોમાં જબરદસ્ત ચર્ચા છે. આવામાં વજુભાઈનું આગામી પગલું શું હશે એ અંગે તેમનું મૌન અત્યારસુધી સૌને અકળાવી રહ્યું હતું, પરંતુ દિવ્ય ભાસ્કર સાથે વજુભાઈએ દ્યરવાપસી બાદ કરેલી સૌપ્રથમ વખત વાતચીતમાં મૌન તોડ્યું છે. તેમણે એવી માર્મિક ટકોર પણ કરી છે કે હું પાર્ટીનો સભ્ય હતો, હાલ છું અને રહીશ જ.

ભાજપના આંતરિક જૂથવાદને ડામવા વજુભાઈ હુકમનો એક્કોવજુભાઈએ દિવ્ય ભાસ્કરને આપેલી આ હિંટ દ્યણુંબધું કહી જાય છે. આમેય નરેન્દ્ર મોદી અને અમિત શાહ છેલ્લાં આઠેક વર્ષથી રાષ્ટ્રીય રાજકારણમાં વ્યસ્ત છે. બીજી તરફ, આનંદીબેન ઉત્ત્।રપ્રદેશનાં રાજયપાલ છે અને આવામાં ગુજરાત ભાજપમાં અત્યારે કોઈ મોટો અને સર્વસ્વીકૃત ચહેરો છે નહીં. પાર્ટી ૨૦૨૨દ્ગક વિધાનસભા ચૂંટણીમાં ૧૫૦ બેઠકનો ટાર્ગેટ લઈને બેઠી છે. આવામાં વજુભાઈની ગુજરાતમાં વાપસી એ વાતના પૂરેપૂરા સંકેત આપે છે કે પ્રદેશમાં ભાજપના આંતરિક જૂથવાદને ડામવા અને સંગઠનને ફરી સ્વીકૃત ચહેરો આપવાનું આ એક મોટું કદમ છે.

ઘરનાને સમજાવી વિપક્ષ સાથે બાથ ભીડવાની કુનેહ વજુભાઈ પાસે છે. સૌરાષ્ટ્રમાં પાટીદારોના પ્રેશર પોલિટિકસ સામે વજુભાઈને ઉતારવામાં આવે તો નવાઇ નહીં. ગુજરાતમાંથી મોદી અને અમિત શાહ દિલ્હી ગયા પછી ભાજપના આંતરિક જૂથવાદને ડામવા વજુભાઇને આગળ કરવામાં આવશે. મિશન ૨૦૨૨ક ૧૫૦ માટે સૌથી વજુભાઈ સૌથી સિનિયર નેતા છે અને તેમનો સૌમ્ય સ્વભાવ તથા હળવાશથી ગંભીર વાત કહેવાની છટા બેજોડ છે. હાલ તો સૌથી સિનિયર નેતા તરીકે વજુભાઈનું જૂથ ફરી સૌરાષ્ટ્ર અને રાજકોટના રાજકારણમાં સક્રિય થઇ ગયું છે. પક્ષના આંતરિક અસંતોષ અને વિપક્ષ સાથે બાથ ભીડવામાં વજુભાઇ પાસે અદભુત પકડ છે.

ગુજરાતના સૌથી સિનિયર નેતાઓમાં વજુભાઈ મોખરે ગુજરાતના સૌથી સિનિયર નેતામાં વજુભાઈ વાળાનું નામ આવે છે. વજુભાઈ સૌથી વધુ ૧૮ વખત ગુજરાત સરકાર વતી બજેટ રજૂ કરવાનો વિક્રમ પણ ધરાવે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ બહાર જાય તો વજુભાઈ વાળાને જ ઇન્ચાર્જ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સોંપતા હતા, આથી મુખ્યમંત્રીના દાવેદાર સુધી પહોંચી ચૂકેલા વજુભાઈને હાલ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ કે સી.આર. પાટીલ દ્યરે બેસવા દેશે નહીં. આગામી ૨૦૨૨ની ચૂંટણીમાં તેમને કોઇ મોટી જવાબદારી સોંપશે એ નક્કી છે.

આંખના ઓપરેશન બાદ વજુભાઈ આરામમાં કે વ્યૂહરચનામાં?કર્ણાટકના રાજયપાલ તરીકે ૭ વર્ષ ફરજ બજાવી ચૂકેલા વજુભાઈ રાજકોટ આવીને આંખનું ઓપરેશન કરાવ્યું છે. તેઓ હાલ આરામ કરી રહ્યા છે, તેમને મળવા માટે રાજકોટ ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો જઇ રહ્યા છે, પરંતુ વજુભાઇએ દિવ્ય ભાસ્કરને એમ પણ કહ્યું હતું કે પોતાની આગામી રાજકીય ભૂમિકા વિશે તેઓ ટૂંક સમયમાં બધાની વચ્ચે જાહેરાત કરશે. રાજકોટના તેમના ખાસ મિત્ર ગુણુભાઈ ડેલાવાળાને કહ્યું હતું કે રાજકોટમાં હવે ડાયરાઓ કરીશું અને નાટકો જોઈશું, પરંતુ વજુભાઇ ગુજરાતના રાજકારણમાં શું ભૂમિકા ભજવશે એના પર સૌની નજર રહેલી છે.

સંબંધો, સલાહ અને વ્યૂહરચનાથી ભાજપને ફાયદો થયો છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી વજુભાઈ બંધારણીય હોદ્દા પર છે, પરંતુ હવે તેઓ આ જવાબદારીમાંથી મુકત થઈ ગયા છે. જોકે તેમનું માર્ગદર્શન ગુજરાતના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ સાબિત થતું રહ્યું છે. ચૂંટણી સમયે સૌરાષ્ટ્રની બેઠકોમાં વજુભાઈનાં સંબંધો, માર્ગદર્શન, વ્યૂહરચના અને કૂટનીતિથી ભાજપને ફાયદો થયો છે. હવે જયારે વજુભાઇ બંધારણીય હોદ્દા પરથી પરત આવી રહ્યા છે, ત્યારે તેમની ભૂમિકા ગુજરાતના રાજકારણમાં મહત્ત્વની સાબિત થશે એમાં કોઇ શંકા નથી.

વજુભાઈ ગીલી-ડંડાની જેમ રાજકારણમાં પણ માહેર છે. પાણીવાળા મેયરનું બિરુદ મળેલું

વજુભાઈએ ભાજપને ગુજરાતમાં પહેલી મ્યુનિસિપલ કોર્પોરેશન જિતાડવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની જીત થયા પછી ૧૯૮૩ તેઓ મેયર બન્યા. એ વખતે સૌરાષ્ટ્ર આખામાં પાણીની ભારે તંગી હતી. વજુભાઈ રાજકોટ તથા આસપાસના વિસ્તારોને પીવાનું પાણી મળી રહે એ માટે ઝનૂનથી કામ કરતા. તેમનું આ ઝનૂન જોઈને તેમને પાણીવાળા મેયરનું બિરુદ મળેલું.

રાજકોટ-૨ બેઠકને ભાજપનો અજેય ગઢ બનાવ્યોગુજરાત વિધાનસભાની ૧૯૮૫દ્ગક ચૂંટણીમાં ગુજરાતમાંથી ભાજપના ગણીને ૧૧ ઉમેદવારો ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમાંથી એક વજુભાઈ હતા. વજુભાઈ રાજકોટ-૨ બેઠક પરથી જીતેલા ને આ બેઠક પર પછી કયારેય ભાજપ હાર્યો નથી. વજુભાઈ પોતે સળંગ ચારવાર રાજકોટ-૨ બેઠક પરથી જીત્યા. જો કે ૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી તેમણે આ બેઠક મોદી માટે ખાલી કરી આપેલી અને પેટાચૂંટણીમાં નરેન્દ્ર મોદીને જિતાડવામાં કોઈ કસર છોડી નહીં. હાલ આ બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટાઈ આવ્યા છે.

ગુજરાતના સૌથી સિનિયર નેતા વજુભાઈ વાળા.૮ વિધાનસભા ચૂંટણી જીત્યા અને સૌથી વધુ વાર બજેટ રજૂ કર્યુંવજુભાઈ ૧૯૮૫દ્મક લઈને ૨૦૧૨ સુધીમાં ૮ વિધાનસભા ચૂંટણી ચૂંટણી જીતી ચૂકયા છે. ૧૯૯૫દ્મક ૨૦૧૨ સુધી તેઓ ભાજપ સરકારમાં નાણામંત્રીપદે રહ્યા હતા. તેમણે ૧૮ વાર ગુજરાતનું બજેટ રજૂ કરી વિક્રમ સ્થાપિત કર્યો. જોકે ૨૦૧૨દ્ગક વિધાનસભા ચૂંટણીમાં વજુભાઈ ચૂંટાઈ તો આવ્યા, પરંતુ એ સમયે મોદીએ તેમને મંત્રીમંડળમાં સમાવવાની જગ્યાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો.

(3:56 pm IST)