Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

પોૈત્રને મારથી બચાવવા ગયેલા ગોકુલપાર્કના વૃધ્ધ ભગવાનજીભાઇ દવેને ઘુસ્તાવી નખાયા

છોકરાઓ નાનુ મંદિર બનાવી ધૂન બોલતાં હોઇ પડોશણને ન ગમતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૧: આજીડેમ ચોકડી નજીક ગોકુલ પાર્ક-૧માં માતુશ્રી વિદ્યાલય પાસે રહેતાં ભગવાનજીભાઇ જીવાભાઇ દવે (ઉ.વ.૬૦) નામના વૃધ્ધને ચારેક દિવસ પહેલા પડોશમાં રહેતાં અલ્પાબેન તથા તેના  પુત્ર સહિતે ગડદા પાટુનો માર મારતાં દુઃખાવો ઉપડતાં ગુંદાવાડી હોસ્પિટલમાં સારવાર લઇ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. ભગવાનજીભાઇ નિવૃત જીવન જીવે છે. તેમના પરિવારજનોના કહેવા મુજબ ભગવાનજીભાઇના પોૈત્ર રૂદ્ર તથા બીજા છોકરાઓએ ઇંટો મુકી નાનકડુ મંદિર શેરીમાં બનાવ્યું છે અને આ છોકરા ત્યાં ધૂન બોલતાં હોઇ અલ્પાબેન સહિતે તેને અવાજ કરવાની ના પાડી મારકુટ કરતાં ભગવાનજીભાઇ પોૈત્રને બચાવવા જતાં તેને પણ ધોલધપાટ કરી લેવામાં આવી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:08 pm IST)